રાજકોટ સહિત સમગ્ર રાજયની પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9 નવેમ્બરથી પ્રથમ શિક્ષણ સત્રના અંતે દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો. ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આજથી દ્વિતિય સત્રના શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ચૂકયો છે. દિવાળી વેકેશન દરમિયાન ૨૧ દિવસ સુધી શાંત રહેલા સ્કુલોનાં કેમ્પસો આજથી ફરીથી ધમધમતા થયા હતા. ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.
સ્કૂલો વિદ્યાર્થીઓના કલરવથી ફરી એકવાર ગુંજી ઉઠી
આ સાથે જ સ્કૂલો વિદ્યાર્થીઓના કલરવથી ફરી એકવાર ગુંજી ઊઠશે.દિવાળી વેકેશન પહેલા મોટાભાગની સ્કૂલોમાં પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી હતી અને પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. હવે પરિણામ તૈયાર થયા હોઈ સ્કૂલો શરૂ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યની સ્કૂલોમાં ૬ નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ૩૦ એપ્રિલ સુધી ચાલશે. આમ બીજુ શૈક્ષણિક સત્ર ૧૪૦ દિવસનું રહેશે. જેમાં નવેમ્બરમાં શૈક્ષણિક કાર્યના ૨૨ દિવસ, ડિસેમ્બરમાં ૨૪, જાન્યુઆરીમાં ૨૬, ફેબ્રુઆરીમાં ૨૩, માર્ચમાં ૨૨ અને એપ્રિલમાં ૨૩ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે.