નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પ્રાથમિક શાળા નમ્બર ૯૩ અને મધર ટેરેસા પ્રાથમિક શાળા નંબર ૮૮ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શાળા પ્રવેશોત્સ્વ ૨૦૧૮ માં શાળા માં ધોરણ ૧ માં ૬૨ વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાયો..
ગાંધીનગર થી ડે.સેક્રેટરી એગ્રીકલ્ચર રીટાબા જાડેજા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ માં ધોરણ ૧ ના બાળકોને કીટ વિતરણ અર્વામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્ય કિરણબેન માંકડિયા, સેન્ટ્રલ જીએસટી અપીલ માંથી સ્મિતેશભાઈ રૂપારેલીયા, સીજે ગ્રુપ ના ચિરાગભાઈ ધામેચા, ગુજરાત યુવા સંગઠન પ્રમુખ હિરેનભાઈ પટેલ, રાજુભાઈ જંજા, નાના મવા આરોગ્ય કેન્દ્ર માંથી ડો. રશ્મિબેન ગઢિયા,રમ્દેવ્શીહ જાડેજા તથા ગામ અગ્રણીઓ,દાતાશ્રીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ નું સંચાલન બાળકોએ રંગલો રંગલી નું પાત્ર ભજવી કર્યું.. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ ૩ થી ૮ માં પ્રથમ ,દ્વિતીય ,તૃતીય આવેલ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરાયું…
“મનુષ્ય તું બાડા મહાન નું ગાન” અભિનય સાથે કરાયું. દેશભક્તિ ગીત પણ અભિનય સાથે સુંદર રીતે રજુ કરાયું. અમૃત વાંચન તથા વ્રુક્ષરોપણ કરવામાં આવ્યું.
શાળા નંબર ૯૩ ને આ વર્ષે ૬ લાખ થી પણ વધુ રકમ નો લોકસહયોગ સાંપડ્યો છે જેની નોંધ મહેમાનશ્રી એ લીધી.
બાળકો દ્વારા બાળમેલો તથા લાઇફસ્કીલ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી..