આવતીકાલનું ભવિષ્ય ઉજવળ બનાવવા બાળપણથી જ બાળકોને શિક્ષણ-માર્ગદર્શન આપવુ જરૂરીઅધ્યક્ષશ્રી હંસરાજભાઇ ગજેરા

ગોંડલની શાળાનં.૧ અને ૧૨ ના ૬૩ ભૂલકાઓનો ધો.૧માં પ્રવેશ

gondal hansrajbhai gajera shala praveshotsv 8ગોંડલની વિધા મંદિર હાઇસ્કુલમાં શાળા નં.૧ અને ૧૨ નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગુજરાત રાજય બિન અનામત વર્ગ આયોગના અધ્યક્ષશ્રી  હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

gondal hansrajbhai gajera shala praveshotsv 6        અધ્યક્ષશ્રી  હંસરાજભાઇ ગજેરાએ ૩૭ કુમાર અને ૨૬ કન્યાઓ સહિત ૬૩ ભૂલકાઓનો ધો.૧માં પ્રવેશ શૈક્ષણિક કીટ વિતરણ કરી કરાવ્યો હતો.  ૩૬ ભૂલકાઓનું આંગણવાડીમાં નામાંકન થયું હતું. તો ધો. ૯માં ૧૦૦ કુમાર અને પ૮ કન્યાઓએ પ્રવેશ મેળવ્યો હતો.

gondal hansrajbhai gajera shala praveshotsv 2        અધ્યક્ષશ્રી  હંસરાજભાઇ ગજેરાએ આ પ્રસંગે કહયું હતું કે ગોંડલના પ્રજા વત્સલ રાજવીઓ કન્યા કેળવણીના હિમાયતી હતા. દીકરીઓ બે કુળને તારે છે. પોતાના સંતાનોનું ઘડતર કરે છે.  ત્યારે ગોંડલની શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લેતાં હું ગૌરવ અનુભવુ છે.

gondal hansrajbhai gajera shala praveshotsv 1આવતી કાલનું ભવિષ્ય ઉજવળ બનાવવા બાળપણથી જ બાળકોને શિક્ષણ-માર્ગદર્શન આપવુ જરૂરી છે. બાળકોએ પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ કશુંક બનવાનું નકકી કરી તે દિશામાં આગળ વધવુ જોઇએ.

gondal hansrajbhai gajera shala praveshotsv 5        બાળકો માટેની ટ્રાન્સપોર્ટેશન વાનને લીલીઝંડી આપી અધ્યક્ષશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. વિધાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ રજૂ કર્યા હતા. ધો.૩ થી ૮ ના શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન કરાયુ હતું.

gondal hansrajbhai gajera shala praveshotsv 11 ધો.૮ ની પ૮ છાત્રાઓને સાયકલનું વિતરણ થયું હતું. છાત્રાએ બેટી બચાવો, બેટી પઢાઓ વિશે વકતવ્ય આપ્યુ હતું. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન બાદ અધ્યક્ષશ્રીએ વૃક્ષારોપણ કર્યુ હતું.

gondal hansrajbhai gajera shala praveshotsv 7        આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી અર્પણાબેન આચાર્ય, ચીફ ઓફિસરશ્રી એચ.કે.પટેલ, સીઆરસીશ્રી હિતેષ વડારિયા, અગ્રણીશ્રી જીતુભાઇ આચાર્ય, વિનયભાઇ પાઠક, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, આચાર્યશ્રી ભૂપતસિંહ ચુડાસમા, શ્રી શિલાબેન જોષી, શ્રી ફોરમબેન ઉપાધ્યાય, શિક્ષકો, વિધાર્થીઓ, આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહયા હતા.

gondal hansrajbhai gajera shala praveshotsv 3gondal hansrajbhai gajera shala praveshotsv 4

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.