સુરત જેવી દુ:ખદ ઘટના રાજકોટમાં ન ઘટે તે માટે ખાનગી શાળાઓનાં સંચાલકો સાથે તાકીદની બેઠક બોલાવતું કોર્પોરેશન
બાળકોનાં જીવ જોખમમાં ન મુકાય તે માટે ઘટતું કરી છુટવા શાળા સંચાલકોનું પણ વચન
સુરતમાં ટયુશન કલાસમાં લાગેલી ભીષણ આગમાં ૨૨ નિર્દોષ બાળકો ભડથુ થયાની ઘટના બાદ રાજયભરમાં સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. સુરત જેવી દુ:ખદ ઘટના રાજકોટમાં ન ઘટે તે માટે આજે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેરનાં સ્વનિર્ભર શાળા સંચાલકો સાથે એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખાનગી શાળાનાં સંચાલકોએ આગામી ૧૦ દિવસમાં જ શાળાઓમાં ફાયર સેફટીનાં સાધનો વસાવી લેવા માટે સહમતી દર્શાવી હતી. બાળકોનાં જીવ જોખમમાં ન મુકાય તે માટે ઘટતું તમામ કરી છુટવા શાળા સંચાલકોએ અભય વચન આપ્યું હતું.
આજે શહેરની સ્વનિર્ભર શાળા સંચાલકો સાથે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા બોલાવવામાં આવેલી તાકીદની બેઠકમાં ૧૨૫ જેટલી શાળાનાં સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા તેઓને મહાપાલિકા દ્વારા ફાયર સેફટીનાં નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તમામ શાળાનાં સંચાલકોને ફાયર એકટ મુજબ ફાયરનું એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી હતી. શાળા સંચાલકોએ આગામી ૧૦ દિવસમાં જ પોતાની શાળામાં ફાયર સેફટીનાં તમામ સાધનો વસાવી લેવા માટે બાંહેધરી આપી હતી જોકે સંચાલકોએ ૧૦ દિવસથી વધુનો સમય આપવામાં આવે તેવી પણ માંગણી કરી હતી જેને કોર્પોરેશને ફગાવી દીધી હતી. ફાયર સેફટીનાં નિયમોની પુરી જાણકારી આપવા તંત્રએ તૈયારી દર્શાવી હતી. એક પણ શાળામાં લાકડા કે લોખંડની સીડી, ફેબ્રીકેશનનો ડોમ ચલાવી લેવામાં આવશે નહીં. પાકુ બાંધકામ જ ચલાવવામાં આવશે. બાળકોનાં જીવ જોખમમાં ન મુકાય તે માટે શાળા સંચાલકોએ પણ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવાની બાંહેધરી આપી હતી.
આ બેઠકમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, અગ્નીશામક દળ કમિટીનાં ચેરમેન રૂપાબેન શીલુ, માધ્યમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અંજનાબેન મોરઝરીયા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અજયભાઈ પટેલ ઉપરાંત ડી.વી. મહેતા, જતીનભાઈ ભરાડ, ભરતભાઈ ગાજીપરા સહિત શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટની દરેક શાળામાં ફૂલપ્રુફ ફાયર સિસ્ટમ માટે પ્રયત્ન કરીશું: અજયભાઈ પટેલ
મેયર અને કમીશનર દ્વારા રાજકોટની શાળાઓમાં ફાયર સેફટીની મિટીંગનું આયોજન કરાયું હતું. કમીશનર અને ફાયર ઓફિસરોએ શાળામાં ફાયર સેફટી અંગેની ગાઈડલાઈન આપવામાં આવી છે. સો સો ફાયરના જ‚રી સાધનો પણ સ્કૂલમાં રાખવાના છીએ અને શાળામાં ૧૦ દિવસના સમયગાળામાં શાળામાં ફાયરના સાધનો રખાવી દેવાના છે. જેથી ૧૦ દિવસમાં બધી જ શાળામાં સાધનો ઉપલબ્ધથય તેવો અમારો પ્રયત્ન છે, શહેરમાં ફાયરના સાધનો મળવા મુશ્કેલ છે તેી અમે કમિશનરને વિનંતી કરીએ છીએ કે થોડાક દિવસો વધારે આપવામાં આવે.
કારણ કે, હાલમાં માર્કેટમાં ફાયરના સાધનોની ખૂબજ અછત છે. વોટર ટેન્ક બનાવવા માટે પણ સમયની જ‚ર પડે છે. આ બધી બાબતો હોવા છતાં અમારા પુરતા પ્રયત્નો કરી ફુલ પ્રુફ ફાયર સિસ્ટમ રાજકોટની દરેક શાળામાં હોય એવા અમારા પ્રયત્નો રહેશે. રાજકોટની લગભગ શાળાઓમાં ફાયરના વાહન જઈ શકે એવા ગેઈટ છે અને જે શાળામાં નહીં હોય તે શાળાને અમે વિનંતી કરીને શાળાના ગેટને મોટો કરવાનું સુચન કરશું. તેમજ ફાયર સેફટીના દરેક સાધનોને ઉપલબ્ધ થય તેવી શાળાઓ પ્રયત્ન કરશે. ફાયબર શેડની બદલે ફાયર પ્રુફ મટીરીયલ વાપરવું જાેઈએ આ ૧૦ દિવસમાં આનો વિચાર કરીને ફાયર પ્રુફ બિલ્ડીંગ બનાવશું તેમ ‘અબતક’ સોની વાતચીતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે જણાવ્યું હતું.
ફાયર સેફટીનું એનઓસી ઓનલાઈન મળે તેવી વ્યવસ્થા ઉભી કરાશે: મ્યુ. કમિશનર
શાળા સંચાલકો નિયત સમય મર્યાદામાં ફાયર સેફટીના સાધનો વસાવી લેશે તેવો મને પૂરો વિશ્વાસ છે: પાની
આ અંગે રાજકોટ મહાનગરપાલીકાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ અબતકને આપેલ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે બાળકોનું જીવન અગત્યનું છે. હાલમાં તમામ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. શાળાઓમાં ૧૦ તારીખથી આસપાસ વેકેશન ખૂલવાના છે.
જેથી તમામ શાળાઓ ખૂલતા પહેલા ફાયર સેફટી ઈકવીપમેન્ટ અને ફાયર પ્રિવેશન માટે જે પગલા લેવાવા જોઈએ તેની કાળજી લેવી જ‚રી છે. પછી તે ટીપી મુજબ હોય, જીડીસીઆર મુજબ હોય, નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ હોય કે અન્ય કોઈ ફાયર સેફટી કે ફાયર કોડ ૨૦૧૪ મુજબ હોય આ તમામ કળજીની બાબતો છે તે તાત્કાલીક લેવાની જ‚રીયાત છે એટલે આજે તમામ શાળા સંચાલકોને તાકિદ કરવામાં આવી છે.
કોઈ પણ શાળામાં શેડ હોય કે ગેરકાયદેસર બાંધકામો હોય જેને દૂર કરવા પોતાની રીતે પાડી નાખવા જણાવાયું છે જો શાળા સંચાલકો નહીં પાડે તો મહાનગરપાલિકા તંત્ર દ્વારા પાડી નાખવામાં આવશે તેમ જણાવીને પાનીએ ઉમેર્યું હતુ કે શૈક્ષણિક સંકુલોને ફાયર સેફટીના સાધનો બનાવવા ૧૦ દિવસનો સમય અપાયો છે. ફાયરના તમામ સાધનોની સાથે ફાયરના ક્ધટ્રોલ ‚મ, પોલીસ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, એમ્બ્યુલન્સના નંબર પણ દરેક ફલોર પર મૂકવાના રહેશે. તમામ ફલોર પર એન્ટ્રી અને એકઝીટની સાઈનો મૂકવાની રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. જે સ્કુલ સંચાલકો આ સુચનાઓનો અમલ નહી કરે તો તે સ્કુલના તે વિભાગને ચાલુ કરવા દેવામાં નહી આવે.
હાલમાં બજારમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ નથી અને બ્લેક માર્કેટીંગને ઉતેજન મળે તેવી સંભાવના છે તો શાળા સંચાલકોને વધુ સમય આપવો જોઈએ કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં પાનીએ જણાવ્યું હતુ કે બાળખોનાં જીવન સાથે કોઈપણ ચેડા ન થઈ શકે શાળાઓએ ફાયર સેફટીના સાધનો ગમે તે એજન્સીઓ પાસેથી લઈ શકે છે. તેથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે તેમાં શાળા સંચાલકોપણ રાજી છે અને તેઓ આ સુચનાનો અમલ કરવા તત્પર હતા તેમની આ તત્પરતાને લઈ શાળા સંચાલકો સાત દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેશે તેનો મને વિશ્ર્વાસ છે.
હાલમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ નથી તેવી સ્થિતિ શાળા સંચાલકોને વધુ સમય આપવો જોઈએ તેવા પ્રશ્ર્નના જવાબમાં પાનીએ જણાવ્યું હતુ કે અમુક શાળાઓ અને કોચીંગ કલાસીસમાં અચૂક કાર્યવાહી ફોલો નથી કરતા અમુક સ્થાનો પર જેટલા બાળકો બેસીશકે તેના કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે. કેટલીક સ્કુલોમાં સંપૂર્ણ પણે બંધ વાતાવરણમાં અભ્યાસ કરાવાય છે. બાળકોને યોગ્ય હવા ઉજાશ મળતી નથી જે હાઈટ મળવું જોઈએ તે હાઈટ મળતુ નથી.
અમુક સ્થાનો પર જૂના ફાયરના સાધનો હતા તેને ઓપરેટ કે મેન્ટેન કરવામા આવતા નથી. શૈક્ષણિક સંકુલો અને લોકોની સંયુકત જવાબદારી છે કે પ્રિવેશનના તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમ પાનીએ ઉમેર્યું હતુ. મહાનગરપાલીકા દ્વારા આગામી દિવસોમાં આ અંગે કેવી કાળજી રખાશે તેવા પ્રશ્ર્નના જવાબમાં પાનીએ જણાવ્યું હતુ કે અત્યારે તમામ વિભાગોમાં ફાયર ડીપાર્ટમેન્ટ હોય જયા સમુહ ભેગો થતો હોય તેવી સંસ્થાઓ, હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડીંગ હોય તેમાં શું કાળજી લેવી જોઈએ તથા ફાયર સેફટીથી ઓનલાઈન વ્યવસાય થાય અને તેનો રીસ્પોન્સ ટાઈમ તે ઘટાડી શકાય તે માટે કેવી રીતે સુજજતા કેળવી શકાય તે અંગે મનપા તંત્રકામ કરી રહ્યું છે.