• કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 7.12 લાખ, મેરિટ સ્કોલરશીપમાં 6.02 લાખ વિદ્યાર્થી હાજર રહ્યા

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે આજ રોજ પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી 13.14 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7.12 લાખ ફોર્મ ભરાયા હતા. જ્યારે જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 6.02 લાખ ફોર્મ ભરાયા હતા. શનિવારના રોજ સવારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને બપોરે મેરિટ સ્કોલરશીપ પરીક્ષા લેવાશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રાજ્યમાં 2668 કેન્દ્રો અને 24723 બ્લોક નક્કી કરાયા છે. જ્યારે મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે રાજ્યમાં 2382 સેન્ટર અને 21042 બ્લોક નક્કી કરાયા છે.

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24થી જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-1થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ-6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ-6થી 12ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર, 29 જાન્યુઆરીથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ 9 ફેબ્રુઆરી સુધી પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે 30 માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધોરણ-6માં પ્રવેશ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7.12 લાખ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે 6.02 લાખ વિદ્યાર્થીઓ મળી કુલ 13.14 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.