વઢવાણ, ધ્રાંગધ્રા, મૂળી તાલુકાના ગામોની પાણીની સમસ્યા હવે દૂર થશે
સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાના 27 ગામોની સૌની યોજના હેઠળ સમાવેશ કરી પાણી આપવાનો નિર્ણય કરાયો છે. આથી ધ્રાંગધ્રા, વઢવાણ, મૂળી તાલુકાના ગામોને ગામના તળાવ, સીમતળાવ, નાની સિંચાઇ યોજનાને અલાયદી યોજનામાં સાંકળી લેવામંજૂરી આપવામાં આવી છે. આથી ખેડૂતો અને લોકોને તેનો લાભ મળશે.સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાના 27 ગામોને સૌની યોજના હેઠળ સરકારે નર્મદાનુ પાણી આપવાની યોજના મંજુર કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાના 27 ગામોની સૌની યોજના હેઠળ સમાવેશ કરી પાણી આપવાનો નિર્ણય કરાયો છે. આથી ધ્રાંગધ્રા, વઢવાણ, મૂળી તાલુકાના ગામોને ગામના તળાવ, સીમતળાવ, નાની સિંચાઇ યોજનાને અલાયદી યોજનામાં સાંકળી લેવામંજૂરી આપવામાં આવી છે. આથી ખેડૂતો અને લોકોને તેનો લાભ મળશે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાના પાણી સિંચાઇ માટે આપવા માટે જિલ્લાના 3 તાલુકાના ખેડૂતોએ આવેદાન આપીને પાણીની માગણી કરી હતી. જો સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ તૈયારી બતાવી હતી. ત્યારે ખેડૂતો સામે જુકેલી સરકારે સૌની યોજના હેઠળ ધ્રાંગધા, વઢવાણ, મૂળી તાલુકાના 27 ગામોને આવરી લઇ પાણી સુવિધા આપવા મંજૂરી આપી છે. આ અંગે ગુજરાત ખેડૂત સમાજના મોહનભાઇ પટેલે જણાવ્યું કે સિંચાઇ માટે પાણીની સમસ્યા હોવાથી પાણી આપવા ગામના સરપંચ અને ખેડૂત આગેવાનોએ વિસ્તારના ધારાસભ્યોને આવેદન અપાયું હતું. પરંતુ તેમ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાતા રેલી યોજી આવેદનની તૈયારીઓ કરી હતી. જેના કારણ ખોડૂ ગામે ભેગા થયા હતા. જ્યાં પહેલી વખત બન્યું હતું કે વહીવટી તંત્ર અધિકારી ખેડૂતોનુ આવેદનપત્ર લેવા માટે સામે આવ્યા હતા. જેમાં ખેડૂતોએ પોતાને ચોમાસુ વરસાદની અનિયમિતતાને લઇ પાકને નુકસાન ભોગવવું પડતું હોવાથી નર્મદાના પાણી માટે ઘણી વાર પોલીસ સાથે ધર્ષણમાં ઉતરવુ પડતું હતું. આથી વહેલી તકે પાણી સિંચાઇ માટે મળતા થાય તેવી રજૂઆત કરી હતી. હાલ તેને મંજૂરી આપવામાં આવી છે આથી ખેડૂતોને પાણી મળવાની આશા બંધાઇ છે. અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે નર્મદા ડેમ ભરેલો રહે તે પણ જરૂરી છે.