એસસી-એસટીના કર્મચારીઓને અનામત આપવાના મામલા સાથે સંબંધીત એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમનો ચુકાદો
એસસી – એસટી એકટને લઇ હાલ દેશભરમાં અગાઉથી જ ગરમ માહોલ છે. તેવામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અનુસુચિત જાતી – જનજાતીને બીજા રાજયમાં વિસ્થાપીત થવાથી આરક્ષણનો લાભ મળી શકે નહિ જે રાજયમાં સ્થળાંતર કર્યુ હોય ત્યાં પણ જે તે વ્યકિતની જાતિ એસસી- એસટી તરીકે જાહેર થયેલી હોવી ફરજીયાત છે.
સરકારી નોકરીમાં એસસી- એસટીના કર્મચારીઓને અનામત આપવાના મામલે સંબંધીત એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ અભુતપૂર્વ ચુકાદો આપ્યો છે. તેણે કહ્યું છે કે, એસસી-એસટી અનામત હેઠળ સેવા કે નોકરીમાં લાભ લેનાર વ્યકિત કોઇ અન્ય રાજયમાં તેનો ફાયદો ઉઠાવી શકે નહી જયાં સુધી તેની જાતિ એ વિસ્થાપીત રાજયમાં સુચ્ચિબઘ્ધ ન હોય
કોર્ટે વધુમાં ઠરાવ્યું કે એસસી- એસટી માટે અખીલ ભારત સ્તર પર અનામતના નિયમો અંગે વિતાર કરવો યોગ્ય રહેશે અને તેના લાભ એક રાજય કે કેન્દ્રસાશિત પ્રદેશ પુરતો સીમીત રહેશે. જસ્ટીશ ગોગોઇની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે, અનુસુચિત જાતિ, જનજાતિની વ્યકિત તે રાજય કે જેમાં એસસી- એસટીની જાહેર થયેલી છે તેના આધારે અન્ય રાજયમાં એ જ દરજજા માટે દાવો ન કરી શકે.
જો કે ન્યાયધીશ ભાનુમતિએ દિલ્હી આ એકટ અંગે કેન્દ્ર સરકારની અનામત ભતી અમલ કરવાના પાસ અંગેના બહુમતિ અભિપ્રાય સામે વાંધો ઉઠાવ્યો છે. ખંડપીઠે કહ્યું કે, ૪:૧ ની બહુમતીથી જયા સુધી દિલ્હીને લાગે વળગે છે તો એસટી-એસસી એકટની અનામત પોલીસી ત્યા લાગુ રહેશે.
જણાવે દઇએ કે સુપ્રીમ કોર્ટ સામે અરજી પ્રસ્તુત કરાઇ તેનાં પ્રશ્નએ કરાયો હતો કે શું એક રાજયમાં જે વ્યકિત અનુસુચિત જાત જનજાતિની હોય તો એ વ્યકત અન્ય રાજયમાં પણ એકસી-એસટી એકટના અનામતનો લભ લઇ શકે ? જેના પર સુપ્રીમે સ્પષ્ટના ભાગી છે. અને આ સાથે એમ પણ આદેશ કર્યો છે. કે કોઇ રાજય સરકાર પોતાની મરજી અનુસાર એસસીટ-એસટી જાતીની યાદીમાં બદલાવ કરી શકે નહી આ અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે.