૧૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા
ધ્રાગધ્રા અનુસુચિત જાતી દ્વારા આજે રણેશીમાતાજીના મંદિરે ભવ્ય સમુહલગ્નનુ આયોજન કરાયુ હતુ જેમા એકસાથે ૧૬ યુગલોએ પ્રભુતામા પગલા માંડ્યા હતા. સમશ્ત ધ્રાગધ્રા અનુશુચિત જાતી દ્વારા આયોજન કરેલ દ્વિતીય સમુહ લગ્નમા સમગ્ર રાજ્યમાથી ૧૬ દિકરી તથા દિકરા લગ્નગ્રંથીથી જોડાયા હતા. દ્રિતીય સમુહ લગ્નના આયોજનમા સમગ્ર ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાની ખાસ ઉપસ્થિતી જોવા મળી હતી. આઇ.કે.જાડેજા દ્વારા તમામ લગ્નગ્રંથીથી જોડાયેલ યુગલોને આશીઁવાદ આપી પોતાના વક્તત્વ દરમિયાન સમાજમા દિકરીનુ મહત્વ સમજાવ્યુ હતુ.
ધ્રાગધ્રા રણેશીમાં સેવા-સમિતી દ્વારા આયોજીત દ્વિતીય સમુહ લગ્નોત્સવમા મુખ્ય મહેમાન તરીકે માજી શહેરી વિકાસ મંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તેમજ ૫૦ મુદ્દા અમલિકરણના અધ્યક્ષ આઇ.કે.જાડેજા, એ.ડી.વાઘેલા નાયબ મામલતદાર ધ્રાગધ્રા, ડી.સી.ઝાલા એડવોકેટ સુરત, રતીલાલ.જી.મકવાણા ઉધોગપતિ ભાવનગર સહિત કષ્ટભંજન હનુમાન(નાની મોલડી) ગૌશાળાના મહંતશ્રી સીતારામ બાપુ તથા ભીમ સાહેબની જગ્યા(આંમરણ)ના મહંતશ્રી ગુલાબદાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ૧૬ નવદંપતિને સમુહલગ્નમા દાતાશ્રીઓ દ્વારા સોના-ચાંદીના આભુષણોથી માંડીને તમામ ઘર વપરાશની સાધન-સામગ્રી કરીયાવરમા આપી હતી. શ્રી રણેશીમાં સેવા-સમિતી ધ્રાગધ્રા દ્વારા આયોજીત ગુજરાતના સમસ્ત અનુશુચિત જાતીના દ્વિતીય સમુહ લગ્નના આયોજક રણેશીમાતાજીના ભુવા ધીરુભાઇ, પઢીયારભુવા ગોવીંદભાઇ, ટપુભાઇ પરમાર તથા રણેશીમા સેવા-સમિતીના સ્વંયસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી દ્વિતીય સમુહ લગ્નને શાંતિપુર્ણ રીતે સંપન્ન કરાયા હતા.