- ડેમની સપાટી 23.50 ફૂટ પર પહોંચી જતા ઓવરફ્લો થવાને આડે 1.60 ફૂટ બાકી
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ત્રણ મહત્વના સ્ત્રોત પૈકી ન્યારી-1 ડેમ 86 ટકા જેટલો ભરાઈ ગયો છે. જેને લઈને સાવચેતીના ભાગરૂપે આ ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડનારા ત્રણેય જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ન્યારી 1ની સપાટી 23.50 ફૂટ પર પહોંચી જતા ઓવરફ્લો થવાને આડે 1.10 ફૂટ બાકી છે. સૌરાષ્ટ્રનાં જુદા જુદા જિલ્લામાં જળસંગ્રહની સ્થિતિ જોઇએ તો રાજકોટનાં 27 ડેમોમાં આજની સ્થિતિએ કુલ 94.87 ટકા, મોરબી જિલ્લાનાં 10 ડેમોમાં 96.10 ટકા, જામનગર જિલ્લાનાં 21 ડેમોમાં 89.09 ટકા તથા દ્વારકા જિલ્લાનાં 12 ડેમોમાં 73.06 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 11 ડેમોમાં 92.45 ટકા જળસંગ્રહ થઇ ગયો છે. રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદને લઈને ભાદર-2, ફોફળ અને મોજડેમ ફરી છલકાતા તંત્ર એલર્ટ બન્યું છે.
- અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.