અબતક,રાજકોટ
શહેરની માધાપર ચોકડી પાસે ગઈકાલે બપોરે ચોરી પે સીનાચોરી જેવો બનાવ બન્યો છે. માધાપર બીઆરટીએસ પાસે નંબર પ્લેટ વગનું બાઈક ડીટેઈન કરવાની ટ્રાફીક બ્રાંચના પી.એસ.આઈ. સહિતના સ્ટાફે કાર્યવાહી કરતા જ ચોર કોટવાલને દંડે તેમ વાંકાનેરના બંને શખ્સોએ પીએસઆઈને ધકકોમારી બૂમાબૂમ કરી વીડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી ઝપાઝપી કરતા બંને વિધ્ધ ફરજમાં કાવટનો ગુનો નોંધી અટકાયત કરી છે.
ચોર કોટવાલને દંડે તેમ, બંને શખ્સોએ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી: બંનેની ધરપકડ
પ્રાપ્ત માહિતી મુજબ માધાપર ચોકડી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફીક બ્રાંચના પીએસઆઈ એમ.બી. જેબલીયા તેના રાઈટર ભાવેશભાઈ નાથાભાઈ મકવાણા અને ટીઆરબી જવાનો ગઈકાલે બપોરે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. ત્યારે વાંકાનેર તરફથી આવેલા આગળની નંબર પ્લેટ વગરનાં બાઈકને સાઈડમાં લેવડાવી બાઈકનાં કાગળ અને લાયસન્સ માંગતા તેઓ પાસે ન હોય જે બાબતે વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી કરી, સહી કરવાનું કહેતા બાઈક સવાર બંને શખ્સોએ સહી કરવાનો ઈન્કાર કરી અમે બાઈક ડીટેઈન નહી કરવા દઈએ તેમ કહી બૂમાબૂમ કરી મૂકી હતી.
એટલું જ નહી ટ્રાફીક સ્ટાફ બ્રાંચના સ્ટાફ સાથે જપાજપી કરી, ટ્રાફીક પીએસઆઈને ધકકો માર્યો હતો. જેથી બળપ્રયોગ કરી વાંકાનેરના આરોગ્યનગર ગાયત્રી મંદિર પાસે રહેતો વિનેશભાઈ જોબનપુત્રા અને વાંકાનેર ભરવાડવાસ શેરી નં. ૪ જય સોમનાથ નામના મકાનમાં રહેતો વિશ્ર્વદીય ગાંડુભાઈ ડાભી નામના શખ્સોની અટકાયત કર્યાબાદ ગાંધીગ્રામ પોલીસ મથકે ળઈ જઈ ફરજમાં કાવટનો ગુનો નોંધ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન ષિ જોબનપુત્રા વેપાર કરતો હોય અને વિશ્ર્વદીપ ડાભી અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું છે.