નેશનલ ગેમ્સ વોલીબોલ સિનિયર ગ્રુપમાં બેલીમ અતિકખાનને ગોલ્ડ તેમજ જુનિયર ગ્રુપને સિલ્વર મેડલ એનાયત
પડધરી સ્થિત લોટસ સ્કુલના વિદ્યાર્થીઓ રમત ગમતમાં રાજય કક્ષાએ ઝળકયાબાદ ઈન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ સ્પોર્ટસ સાયન્સ એન્ડ ફીઝીકલ એજયુકેશન નાંદેડ મહારાષ્ટ્ર તેમજ મીનીસ્ટ્રી ઓફ સ્પોટર્સ ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયા નેશનલ સ્પોટર્સ ફેડરેશન દ્વારા આયોજીત નેશનલ ગેમ્સ ૨૦૧૯માં વોલીબોલ સીનયર ગ્રુપમાં શાળા કોચ બેલીમ અતિકખાન ને ગોલ્ડ મેડલ તેમજ જૂનીયર ગ્રુપમાં લોટસ સ્કુલમાં અભ્યાસ કરતા , રામાણી ગૌતમ, રાબડીયા રેનીશ, ભટાસણા પ્રિન્સ અને વૈશ્ર્નાણી મૌલીક એ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત રાજયનું પડધરી તાલુકાનું તેમજ લોટસ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.
આ વિદ્યાર્થીઓને ગુજરાત રાજય નેશનલ યુથ ગેમ્સના મેમ્બર કિશનભાઈ દલસાણીયા, મહારાષ્ટ્ર સ્પોર્ટસ એન્ડ ફીઝીકલ એજયુકેશન ડાયરેકટર, ડો.બાલાજી પાટીલ, મરાઠવાડા યુનિ.ના વા. ચાન્સેલર ડો. પરિહારના હસ્તે મેડલ તેમજ એવોર્ડ આપી સન્માનીત કરેલ.
નેશનલ લેવલે ચેમ્પીયન બની આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની રમત માટે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર લોટસ શાળા પરિવાર તેમજ પાટીદાર એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વતી તમામ ખેલાડીઓને પોતાની કારકીર્દીમાં ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તે માટે શુભેચ્છા પાઠવેલ.