• મેલેરિયાના પણ બે અને ટાઇફોઇડના ત્રણ કેસ: શરદી-ઉધરસના 1109, સામાન્ય તાવના 616 અને ઝાડા-ઉલ્ટીના 155 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 634 આસામીઓને નોટિસ: રૂ.72,000નો દંડ વસૂલાયો

દિવાળીના તહેવાર ટાંકણે જ ડેન્ગ્યૂના ડરામણા ડાકલા વાગી રહ્યા છે. શહેરમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂ તાવના નવા 20 કેસ નોંધાતા કુલ કેસનો આંક 300ને પાર થઇ ગયો છે. આ ઉપરાંત મેલેરિયાના નવા બે કેસ અને ટાઇફોઇડના ત્રણ કેસ મળી આવ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. લાખ પ્રયાસો છતાં કોઇ કાળે રોગચાળો કાબૂમાં આવવાનું નામ લેતો નથી.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના નવા 1109 કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 616 અને ઝાડા-ઉલ્ટીના 155 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂનો હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ગત સપ્તાહે નવા 20 કેસ મળી આવતા ચાલુ સાલ ડેન્ગ્યૂએ ત્રેવડી સદી ફટકારી દીધી છે. કુલ કેસનો આંક 312એ પહોંચ્યો છે. ટાઇફોઇડના ત્રણ અને મેલેરિયાના બે કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનના તમામ પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તહેવારના દિવસોમાં રોગચાળાએ ફરી માથું ઉંચકતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની આશાવર્કર અને વી.બી.ટી. વોલીટીયર્સ સહિતની 360 ટીમો દ્વારા 93338 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જેમાં 5337 ઘરોમાં ફોગીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બિન રહેણાંક હેતુની મિલકત જેવી કે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીઓમાં મચ્છરોની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 452 કોમર્શિયલ મિલકતો પૈકી 156 મિલકતોમાં મચ્છરોના લારવા મળી આવતા રૂ.71950નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે રહેણાંક હેતુની 478 મિલકતોમાં મચ્છરોના લારવા મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.