અમદાવાદ શહેર-જિલ્લામાં બે, ભરૂચ અને ગાંધીનગરમાં એક-એક દર્દીએ દમ તોડ્યો
તહેવારોની સિઝન સમયે જ કાળમુખા કોરોનાએ ફરી ડરામણો ફૂંફાડો માર્યો છે. બૂધવારે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી ચાર દર્દીઓના મોત નિપજતા રાજ્યભરમાં ફરી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગઇકાલે રાજ્યમાં કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે. જેની સામે 1082 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના 5321 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 12 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં ગઇકાલે કોરોનાએ ભયાનક ફૂંફાડો માર્યો હતો. અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર અને ભરૂચ જિલ્લામાં ચાર દર્દીઓમાં એક જ દિવસમાં મોત નિપજ્યું હતું. ઘણા દિવસો પછી એક દિવસમાં કોરોનાએ ચાર વ્યક્તિનો ભોગ લેતા રાજ્યભરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાથી 10985 લોકોના મોત નિપજ્યા છે.
રાજ્યમાં બુધવારે અમદાવાદ કોર્પોરેશનમાં 189 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 61 કેસ, ગાંધીનગર જિલ્લામાં 41 કેસ, સુરત કોર્પોરેશનમાં 35 કેસ, વડોદરા જિલ્લામાં 33 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 28 કેસ, અમરેલી જિલ્લામાં 26 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 26 કેસ, મોરબી જિલ્લામાં 25 કેસ, રાજકોટ જિલ્લામાં 24 કેસ, મહેસાણા જિલ્લામાં 23 કેસ, સુરત જિલ્લામાં 22 કેસ, કચ્છ જિલ્લામાં 17 કેસ, સાંબરકાંઠા જિલ્લામાં 17 કેસ, ભરૂચ જિલ્લામાં 15 કેસ, નવસારી જિલ્લામાં 13 કેસ, પંચમહાલ જિલ્લામાં 10 કેસ, વલસાડ જિલ્લામાં 8 કેસ, પોરબંદર જિલ્લામાં 8 કેસ, બનાસકાંઠા જિલ્લામાં 7 કેસ, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં સાત કેસ, ખેડા જિલ્લામાં 6 કેસ, આણંદ જિલ્લામાં 4 કેસ, જામનગર જિલ્લામાં ચાર કેસ, અરવલ્લી જિલ્લામાં 3 કેસ, મહિસાગર જિલ્લામાં 3 કેસ, ભાવનગર જિલ્લામાં 2 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 2 કેસ, પાટણ જિલ્લામાં 2 કેસ, દાહોદ જિલ્લામાં 1 કેસ, જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં એક કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 1 કેસ અને તાપી જિલ્લામાં એક કેસ નોંધાયો હતો.
રાજ્યમાં હાલ કોરોનાના 5321 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 5309 દર્દીઓની હાલત સ્થિર છે.