અમદાવાદના થલતેજ વિસ્તારમાં આર્ચર કેર નામની ઓફિસ ખોલી અને એકના ત્રણ ગણા પૈસા કરી આપવાનું કહી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કૌભાંડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે. નેપાળ પોલીસે તેની પોખરાની એક હોટલમાંથી ધરપકડ કરી લીધી છે.
પાસપોર્ટ વગર કમિશન આપીને વિદેશી ચલણ એક્સચેન્જ કરાવતો હોવાની માહિતીના આધારે નેપાળ પોલીસે તેને ઝડપી લીધો હતો. નેપાળ પોલીસે ગુજરાત પોલીસને જાણ કરતા સીઆઈડી ક્રાઈમની એક ટીમ વિનયને ગુજરાત લાવવા માટે રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા વિનય શાહ કાઠમંડુથી પકડાયો હોવાની જાહેરાત પોલીસે કરી હતી.
પરંતુ મળતી માહિતી મુજબ વિનય શાહ આત્મ સમર્પણ કર્યું હતું. કેમ કે અગાઉ આ કૌભાંડમાં સંડાવોયેલી તેની પત્ની ભાર્ગવી શાહે એક પત્ર મારફતે તેમને ખોટી રીતે ફસાવ્યા હોવાનો આક્ષેપ કરીને આત્મ સમર્પણ માટેની તૈયારી દર્શાવી હતી. વિનય શાહની પત્નીએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે મારા પતિ વિનય શાહને ગુમ કરવામાં આવ્યા છે. તે જોતા ભાર્ગવી શાહના પત્ર બાદ વિનય શાહે નેપાળ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું.