Abtak Media Google News
  • હરિયાળા ગુજરાત માટે નવતર પહેલ
  • રોપાઓ સહિત માહિતી ટોલ ફ્રી નંબર 1926 અથવા 83200 02000 ઉપરથી મળશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનુું મિશન ‘એક પેડ માં કે નામ’ જનજન સુધી પહોંચ્યુું છે ત્યારે ગુજરાતના વન વિભાગ દ્વારા હરિયાળા ગુજરાતને વધુને વધુ ‘હરિયાળું’ બનાવવાની નેમ સાથે રાજ્યભરમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

મોબાઈલ ટેકનોલોજીના ્યુગમાં  કયુ આર કોડનુું ચલણ નાગરીકો માટે સામાન્ય બન્ય્ુું છે ત્યારે વન વિભાગ દ્વારા પણ રાજ્યભરમાં નાગરિકોને નજીવા દરે ઉચ્ચ ગુણવતાયુક્ત રોપાઓ ઘરની નજીક ઉપલબ્ધ થાય છે તે માટે ‘કયુઆર કોડ’ લોન્ચ કરવામાું આવ્યો છે. આ કયુઆર કોડ સ્કેન કરવાથી આપના ઘરની નજીક કઈ કઈ નર્સરી ઉપલબ્ધ છે, તેની માહિતી ઓનલાઈન પણ મેળવી શકાશે.

આ કયુ આર કોડ સ્કેન કરતા ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓની માહિતી દર્શાવતો નક્શો જોવા મળશે. આ નક્શામાં દર્શાવેલ કોઈપણ નર્સરીમાંથી કોઈપણ વ્યકિત ખૂબ જ નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવી શકે છે. નર્સરીની વધારે માહિતી માટે આયકન પર કિલક કરી નજીકની નર્સરીનુું નામ અને સ્થળની માહિતી મેળવી શકાય છે.

વ્હોટ્સ એપ નં બર 8320002000 પર  હાય  ટેક્ષ્ટ અથવા કોલ કરવાથી તમારા ફોનમાં મેસેજ દ્વારા એક લીંક આવશે. આ લિંક પર કિલક કરતા લિંક ટ્રીનુું પેજ ખૂલશે જેમાં નર્સરી ઓન મેપ પર કિલક કરતા ગુજરાત વન વિભાગ હસ્તકની નર્સરીઓની માહિતી મેળવી શકાશે.

રોપાઓ સિવાય પણ રાજ્યભરમાં વન વિભાગને સંબંધિત કોઈ પણ માહિતી-મદદની જરૂર હોય તો 24 ડ 7 ટોલ ફ્રી નંબર 1926 પર સંપર્ક કરવાનો રહેશે. આ ટોલ ફ્રી નંબર કોઈપણ મોબાઈલ પરથી કોઈપણ જીલ્લામાંથી સીધો જ ડાયલ કરી શકાય છે.

આ ઉપરાંત

વિિંાંત://રજ્ઞયિતતિં. લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ/ક્ષીતિયિુ-જ્ઞક્ષ-ળફા.વળિંહ લિંક ઉપર કિલક કરવાથી વધુ માહિતી ઉપલબ્ધ થશે તેમ, વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્ય્ુું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.