કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે ૬ વાગે માણો લાઈવ પ્રસારણ
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીમાં દરરોજ સાંજે ૬ વાગે ગુજરાતી નાટકો ફિલ્મો અને ટીવી ધારાવાહિકના જાણીતા કલાકારો લાઈવ આવીને પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. કલારસીકો દેશ વિદેશના ખૂણેખૂણેથી આ શ્રેણી માણીને મનોરંજન મેળવીરહ્યા છે. અબતકના સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર પણ હજારો દર્શકો આ લાઈવ પ્રસારણ માણી રહ્યા છે.
ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ કલાકાર, જે આજે જગત આખામાં ફેમસ છે. લોકો એમને તેમના નામ અને કામથી ઓળખે છે. એવા ગુજરાતી નાટકોના સુપ્રસિદ્ધ અભિનેતા દેવેન ભોજાણી ગઈકાલે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન ૩ માં લાઈવ આવ્યા હતા. તેમણે ભય ગુજરાતી રંગભૂમિ મારી દ્રષ્ટિએ, સરસ મજાના ઉદાહરણ સાથે દેવેન ભાઈએ સેશનની શરૂઆત કરી અને કહ્યું કે જેમ એક બોક્સ અલગ-અલગ જગ્યાએથી દરેક લોકોને જુદું જુદું દેખાય છે. એવી જ રીતે નાટક જોવાની દ્રષ્ટિ પણ દરેકની અલગ અલગ હોય છે. નિર્માતા-દિગ્દર્શક-લેખક દરેકની નાટક જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે.
એ બધાની નાટક જોવાની દ્રષ્ટિને ભેગી કરી કલાકાર કઈ રીતે પોતાની નજરે નાટક જુએ છે અને પ્રેક્ષકો સામે રજૂ કરે છે એ અનુભવો આજે હું તમારી સાથે શેર કરીશ, હું નાટકમાં કઈ રીતે આવ્યો ? એની વાત જણાવતા દેવેનભાઇ એ કહ્યું કોલેજનાં કેમ્પસમાં મિત્ર સાથે વાતો કરતાં અચાનક જ મિત્રએ ઇન્ટર-કોલેજ કોમ્પિટિશનના ઓડિશનમાં મને ધક્કો માર્યો અને અંદર અસંખ્ય યુવાન કલાકારો હતા જ્યાં દિગ્દર્શક જોશી સાહેબ હતા. જેમણે મને કંઈક કરી બતાડવા કહ્યું અને એ પ્રથમ ઓડિશનમાં મે પાગલનો ભાગ ભજવ્યો. જેમાં ગાંડા ની જેમ ગમે તેમ બોલ્યો અને એ વખતે બધાએ મને તાળીઓથી વધાવી લીધો, એ હતી મારી રંગભૂમિની પ્રથમ શરૂઆત. ફરી મૂળ વિષય પર આવતા દેવેનભાઇએ જણાવ્યું ક્યારેક પ્રેક્ષકોની પણ નાટક જોવાની દ્રષ્ટિ અલગ હોય છે. પ્રેક્ષકો પણ જુદા જુદા પ્રકારના હોય છે કોઈને ગુજ્જુભાઈની ધમાલ કોમેડી ગમે છે, તો કોઈને સુંદર મજાના ફેમિલી ડ્રામા અને ધીર ગંભીર નાટકો ગમે છે, જેમાંથી કંઈ જાણવા મળે. કલાકારે પ્રેક્ષકોનો પ્રોસ્પેકટિવ સમજીને એમને ગમતા વિષય વસ્તુ પર વધારે મહેનત કરવી જોઈએ.
આવનારી પેઢી અને યુવા કલાકારોને સંબોધીને દેવેનભાઇએ નાટકોના પોતાના અનુભવો શેર કર્યા અને અમુક કબૂલાત પણ કરી, જેમાં સૌપ્રથમ કબૂલ કર્યું કે રવિવારે થતા પ્રાયોગિક નાટકો અને સંસ્થાએ રાખેલા શો એ બંનેના પરફોર્મન્સમાં થોડું અંતર હોય છે. રવિવારના પ્રાયોગિક નાટકોમાં પ્રેક્ષકો રૂપિયા ખર્ચીને માત્રને માત્ર નાટક જ જુએ છે. જ્યારે સંસ્થા દ્વારા સોલ્ડ આઉટ શોમાં પ્રેક્ષકો નાટક જોવાની સાથે સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ મશગુલ હોય છે. જેથી કલાકારોને ખલેલ પહોંચે છે. ગુજરાતી રંગભૂમિના દરેકે દરેક મોટા લેખક-દિગ્દર્શક અને કલાકારો સાથે કામ કરી ચૂકેલા દેવેનભાઇ એ પોતાના સરસ મજાના અનુભવો આ સેશનમાં શેર કર્યા. એમને જણાવ્યું કે સુપ્રસિદ્ધ લેખક દિગ્દર્શક રાજેશ જોશી સાથે કામ કરતાં મને હિન્દી ફિલ્મની ઓફર આવી અને મે રાજેશ ભાઈને જણાવ્યું ત્યારે રાજેશ ભાઈએ કહ્યું કે તું ફિલ્મ કરવા જા અને નાટકમાં મારા બદલે બીજાએ રિપ્લેસમેન્ટ કર્યું અને હું એ ફિલ્મ કરવા ગયો, જેણે મારું આખુ જીવન બદલી નાખ્યું. ટૂંકમાં થિયેટર કલાકારને સમજે છે અને એને આગળ વધવાની તક પૂરી પાડે છે, આ સાથે જ હસતા હસતા દેવેનભાઇ એ બીજી કબૂલાત કરી કે સારી ઓફર મળતાં જ તેમણે થિયેટર છોડી દીધું અને લગભગ ઘણા વર્ષોથી તેમણે થિયેટર નથી કર્યું તો સરસ મજાનો વિષય લેખક-દિગ્દર્શક મળે તો ફરી થિયેટર કરવાની અદમ્ય ઇચ્છા છે.
આ સિવાય બીજી પણ ઘણી જાણવા અને સમજવા જેવી વાતો દેવેન ભાઈએ કોકોનટ ફેસબુકના માધ્યમથી એમના ફેન્સ અને પ્રેક્ષકોસાથે કરી અને એમના પ્રશ્નોનાં જવાબ આપ્યા. જે આપ સૌ કોકોનટ ફેસબુકના પેજ ઉપર જોઈ શકશો, તમે બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટર અબતકના ફેસબુક પેજ પર રોજ સાંજે ૬:૦૦ વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં મીનળ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, ભીમ વાકાણી, જયેન્દ્ર મહેતા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટર અબતકનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરી આપ કલાકારોને માણીશકશો.
આજે જાણીતા નિર્માતા નિર્દેશક ઉમેશ શુકલા
કોકોનટ થિયેટરની આજની શ્રેણીમાં ઓહ માય ગોડ’ અને ૧૦૨ નોટ આઉટ જેવી હિન્દી ફિલ્મોનાં નિર્માતા-નિર્દેશક ઉમેશ શુકલા આજે સાંજે ૬ વાગે લાઈવ આવશે. વિઝન ઓફ ડાયરેકટર વિષય ઉપર પોતાની વાત-વિચારો અને અનુભવો દર્શકો સાથે શેર કરશે. તેમણે ઘણા નાટકો અને ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. ઉમેશ શુકલાએ ફિલ્મમાં અભિનેતા સંવાદ લેખક નિર્દેશક-સ્ટોરીરાઈટર જેવા તમામ પાસાઓમાં સફળ કામગીરી કરીનેસારી ચાહના મેળવેલ છે. તેમનું નાટક કાનજી વિરૂધ્ધ કાનજી જેના પરથી ‘ઓહમાય ગોડ’ ફિલ્મ બનીતે સમગ્ર દેશમાં ખૂબજ સફળ રહી હતી તેઓ વેબ શ્રેણીમાં પણ ઉમદા કામગીરી કરેલ છે. આજે આ કલાકારને માણવાનું ચૂકશો નહીં.
રવિવારે સાંજે નાટ્ય દિગ્દર્શક અને લેખક રાજેશ જાહેશી લાઈવ આવશે
‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીમાં રવિવારે સાંજે ૬ વાગે ગુજરાતી રંગભૂમિ પર યાદગાર નાટકો આપનાર અને દિગ્દર્શક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરીને મશંહુર થયેલા રાજેશ જોશી નાટયના નિયમો સાથે કોર્મશિયલ ડ્રામા વિષયક પોતાના અનુભવો શેર કરશે સફરજન કોડમંત્ર અને યુગ પુરૂષ જેવા માઈલ સ્ટોન નાટકનું દિગ્દર્શક તેમણે કરેલ હતુ. સ્ટેજના દરેક ખૂણાનો ઉપયોગ કરનાર તે અનોખા નિર્દેશક છે. આજે તેમને સાંભળીને ઉગતા કલાકારોને શીખવા જરૂર મળશે તેથી કલા રસિકો આ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહી.