લોભીયા હોય ત્યાં ધૂતારા ભુખ્યા ન મરે અને લોભીનું ધન ધૂતારા ખાઇની ઉક્તિને સાર્થક બનતી ઘટના સામે આવી છે. રાજકોટ અને જેતપુરના ધૂતારાઓએ દેશના ૧૩ રાજયના ૩૧ વેપારી સાથે રૂા.૨૭.૭૪ લાખની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જેતપુરના વતની અને રાજકોટના રૈયા રોડ પર આવેલા સંતોષ પાર્કમાં રહેતા જયવીન સુર્યકાંત મંગેચા અને જેતપુર ફુલવાડી પાસે રહેતા વ્હીદ અમીન રફાઇ નામના શખ્સોને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી.પી.આઇ. એ.આર.ગોહિલ, પી.એસ.આઇ. વી.એમ.કોલાદરા, હેડ કોન્સ્ટેબલ રવિદેવ બારડ, મહેશભાઇ જાની, બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, રહીમ દલ અને મહેલ સોનરાજ સહિનતા સ્ટાફે ઠગાઇના ગુનામાં ઝડપી લીધા હતા.

જયવીર મંગેચા અને વ્હીદ અમીન રફાઇની પૂછપરછ દરમિયાન બંનેએ સાથે મળી છેલ્લા એકાદ વર્ષમાં રેમડેસીવીર, ઓકસીમીટર, ફલોમીટર, રેયોન કાપડના તાકા અને જરૂરી દવાના જથ્થાના ફોટા તથા વીડિયો બનાવી ફેશબુકમાં સસ્તા ભાવે વેચવાની જાહેરાત કરી તેનો સંપર્ક કરનાર ખરિદનારને ઉપરોકત ચિજ વસ્તુઓનો શ્રીનાથજી ટ્રેડર્સ જેતપુર, આશાપુરા એન્ટર પ્રાઇઝ રાજકોટ અને શિવ એન્ટરપ્રાઇઝ મોરબીની પેઢીના જીએસટી નંબરનો ઉપયોગ કરી વેચાણ કર્યાની કબુલાત આપી છે.

DSC 0591

જયવીન મંગેચા અને વ્હીદ રફાઇએ ખોટા ટેકસ ઇનવોઇસ બીલ, વિઝટીંગ કાર્ડ અને સોશ્યલ મિડીયામાં જાહેરાત બનાવી તેને જય પટેલ, જય પાટીદાર, તુષાર પાટીદાર, વિશાલ પાટીદાર અને ધર્મેન્દ પટેલના નામના બોગસ ફેશબુક આઇ બનાવી વેચાણ ફેશબુક અને વોટસએપના માધ્યમથી વેચાણ કરવા વિશ્ર્વાસમાં લઇ પોતાના તેમજ પોતાના મિત્રોના બેન્ક ખાતામાં તેમજ આંગડીયા દ્વારા મોટુ પેમેન્ટ મેળવી છેતરપિંડી કરતા હોવાની કબુલાત આપી છે.

જયવીર મંગેચા અને વ્હીદ રફાઇએ વીસ દિવસ પહેલાં ગાંધીધામના અમરચંદ સાંઘવીને રૂ.૪૩,૬૦૦માં ૧૦૦ નંગ ઓકસીમીટર, બે માસ પહેલાં અમદાવાદની એપી એન્ટરપ્રાઇઝ નામની પેઢીને રૂા.૨.૭૦ લાખમાં ૧૦૦ નંગ ઓકસીમીટર, એક વર્ષ પહેલાં અમદાવાદના વેપારીએને રૂા.૧ લાખમાં ૨૫૦૦ લિટર બાયો ડિઝલ, દસેક દિવસ પહેલાં હૈદરાબાદના બીમલ ખંડેલવાલને રૂા.૧૦ હજારમાં ૨૩ નંગ ઓકસી મીટર, એક માસ પહેલાં હૈદરાબાદના એક વેપારીને રૂા.૧૨,૮૮૦માં ૨૫ નંગ ઓકસીમીટર, હૈદરાબાદના નુરબાદશાને રૂા.૧૯,૫૦૦માં ૫૦ ઓકસીમીટર, એક માસ પહેલાં હરિયાણાના ઇલકીટ પેઢીને રૂા.૪૬,૬૮૦માં ૧૦૦ નંબર ઓકસીમીટર, હરિયાણાની રામ મહેર મેડીસર્વ સોલ્યુશનને રૂા.૧.૪૦ લાખમાં ૮૦૦ નંબર ઓકસીમીટર, હરિયાણાના અંબાલાની પારસ એન્ટર પ્રાઇઝને રૂા.૧૧,૫૦૦માં ૫૦ ઓકસીમીટર, રાજસ્થાનના જોધપુરના નૈતિકભાઇને રૂા.૬૯,૨૦૦માં ૨૦૦ નંગ ઓકસીમીટર, રાજસ્થાના જોધપુરના એક પેઢીને રૂા.૧.૬૫ લાખમાં ૧૦૦૦ ઓકસીમીટર, ઇન્ડોરના ડાનીશબાઇ પંજાબીને રૂા.૧.૨૮ લાખમાં ૫૦૦ નંગ ઓકસીમીટર, ગ્વાલીયરના કિરીટ ઓઝાને રૂા.૨૧,૮૪૦માં ૫૦ નંગ ઓકસીમીટર, ઇન્દોરના ઇમરાન ફેઇઝને રૂા.૭,૫૬૩માં ૨૫૦ મીટર લેડિઝ ડ્રેસનું કાપડ, ઇન્દોરના પ્યોર ટ્રેડસને રૂા.૯ હજારમાં ૩૦૦ મીટર લેડિઝ ડ્રેસનું કાપડ, દિલ્હી ગુડગાવની ઉમંગ હોસ્પિટલને રૂા.૨.૬૦ લાખમાં ૨૦૦ નંગ ઓકસી મીટર અને ૩૦૦ નંગ ફલોમીટર, દિલ્હી નોઇડાની એસ.એસ.મેડિકેશનને રૂા.૬૨,૫૦૦માં ૫૦ નંગ ઓકસીમીટર, દિલ્હીના પાંચ વેપારીઓને રૂા.૩ લાખમાં મોટી સંખ્યામાં ઓકસીમીટર, બંગાલના દુર્ગાપુર બીધાનગરના રીશવ ગોલેચાને રૂા.૪૩,૬૮૦માં ૧૦૦ નંગ ઓકસીમીટર, મુંબઇના અંધેરી ટીમ ક્રીએશનને રૂા.૧.૯૬ લાખમાં ૧૦૦૦ નંગ ઓકસીમીટર, મહારાષ્ટ્રની એક પેઢીને રૂ.૫૩,૫૦૦માં નાઇટ્રાયલ ગ્લોઝ, મુંબઇના મોમાઇ ક્રિએશનને ૨૧૦૦૦માં ૬૦૦ મીટર લેડિઝ કાપડ, મહારાષ્ટ્રના સફદાર અંસારી સાડી સેન્ટરને રૂા.૧૮,૯૦૦માં ૯૦૦ મીટર લેડિઝ કાપડ, ઉતરાખંડના રવીરાજસિંઘને રૂા.૨.૯૬ લાખમાં ૧૦૦૦ નંગ ઓકલીમીટર, આંધ્રપ્રદેશના જે.આર.એન્ટરપ્રાઇઝને રૂા.૮૫,૧૨૦માં ૨૦૦ નંગ ઓકસીમીટર, તામીલનાડુના લેઝર પોઇન્ટને ૨૦ હજારમાં ૧૦૦ નંબર ઓકસીમીટર, તમીલનાડુના ધ રોયલ કલેકશનને ૧૧,૯૭૦માં ૩૦૦ મીટર જેટલુ લેડિઝ ડ્રેસનું કાપડ, ઝારખંડના અશોકભાઇ અગ્રવાલને રૂા.૨.૩૪માં ૧૦૦૦ નંગ ઓકસીમીટર, ઝારખંડના ૭૫ હજારમાં હેન્ડ ગ્લોઝ, બેગ્લોરની પેઢીને રૂા.૪૩,૮૯૦માં ૧૫૦૦ મીટર લેડિઝ કાપડ આપવાનું કહી તમામ પાસેથી બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટ જમા લઇ ખાલી બોકસ ધાબડી છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.જયવીન મંગેચા અને વ્હીદ રફાઇ સામે અમદાવાદના એક વેપારીને રૂા.૨૪.૮૬ લાખમાં હેન્ડ ગ્લોઝના પાંચ હજાર બોકસ આપવાનું કહી છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છુટી ફરી આંતર આંતર રાજય સ્તરે ઠગાઇ કર્યાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.