તમારી વિગતો ચોરાઈ રહી છે, તમને જાણ છે?
ગુજરાત કનેક્શન: તેલંગણાના ઇસમે ગુજરાતના બે શખ્સો પાસેથી ડેટા મેળવ્યાની કબુલાત
ભારતના ઇતિહાસની સૌથી મોટી ડેટા ચોરીનો પર્દાફાશ થયો છે. અંદાજિત 67 કરોડ જેટલાં ભારતીયોના ડેટા ચોરી કરીને ઓનલાઈન વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. જીએસટી, આરટીઓ જેવી સરકારી એજન્સીના ડેટા પણ ચોરાઈ ગયાના અહેવાલ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી રાજકોટની એક શૈક્ષણિક સંસ્થાના ડેટા પણ ચોરી લેવામાં આવ્યા છે.
ટેકનોલોજી યુગમાં વધતા સાઈબર કાંડ વચ્ચે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ડેટા ચોરીનો ખુલાસો થયો છે.ગુજરાત સહીત 24 રાજયો તથા આઠ મહાનગરોનાં 66.9 કરોડના પર્સનલ ડેટા ચોરી લેવાયા છે.જેમાં એક વ્યકિતની ધરપકડ થઈ છે અને ગુજરાતનાં બે લોકોના કનેકશન ખુલ્યા છે. હૈદરાબાદની સાઈબર ક્રાઈમ પોલીસે ડેટાચોરીનાં મામલે ફરીદાબાદનાં વિનય ભારદ્વાજ નામના શખ્સની ધરપકડ કરતા સમગ્ર મસમોટા કૌભાંડનો ખુલાસો થયો છે.
આ મામલે ત્રણ બેંકો, એક સોશ્યલ મિડિયા કંપની તથા એક આઈટી સર્વીસ, સહીત 11 કંપની સંગઠનોને નોટીસ જારી કરીને પોલીસ દ્વારા તેડુ મોકલવામાં આવ્યું છે. આરોપી ફરીદાબાદથી એક વેબસાઈટ મારફત ઓપરેશન ચલાવતો હતો. તેમના કબ્જામાંથી જપ્ત કરાયેલા મોબાઈલ તથા લેપટોપની ચકાસણી કરવામાં આવતા તેમાંથી કરોડો લોકોના અંગત માહીતી પર્સનલ ડેટા મળી આવ્યા હતા. સરકારી કર્મચારીઓ,પાનકાર્ડ ધારકો,ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ સીનીયર સીટીઝનો દિલ્હીના વિજ ગ્રાહકો, ડીમેટ ખાતાધારકો, નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, ધનકુબેરો, વિઝાધારકો, ક્રેડીટ કાર્ડ ધારકો, ડેબીટ કાર્ડ ધારકોના ડેટા તથા મોબાઈલ નંબર મળી આવ્યા હતા.
આ ઉપરાંત જીએસટી તથા આરટીઓ જેવા સરકારી વિભાગો તથા ઈ-કોમર્સ કંપનીઓ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ તથા ફીનટેક કંપનીઓનાં ગ્રાહકોની અંગત માહિતી પણ હતી. પોલીસે લોકોની ખાનગી માહિતી પર્સનલ ડેટા ચોરીને તેનું વેચાણ કરવાનો આરોપ મુકીને વિનય ભારદ્વાજની ધરપકડ કરી છે. આરોપી ફરીદાબાદનો જ વલ્લભગઢ વિસ્તારમાં ઓફીસ ધરાવે છે. 24 રાજયો તથા 8 મહાનગરોના લોકોના પર્સનલ ડેટા ચોરીને વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ શખ્સ કલાઉડ લીક મારફત લોકોના ડેટા, વેચતો હોવાનું ખુલ્યુ છે. આમીર સોહીલ, તથા મદન ગોપાલ નામનાં ગુજરાતના બે શખ્સો પાસેથી આ પર્સનલ ડેટા મેળવીને વેચતો હોવાની કબુલાત આપતા તપાસ ગુજરાત સુધી લંબાવવામાં આવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ દિલ્હીથી ગુજરાત સુધીનાં 66.9 કરોડ લોકોનો ડેટા મળી આવ્યો હતો આ લોકોના ડેટાની કુલ 135 કેટેગરી બનાવી હતી અને ગ્રાહકની જરૂરીયાત મુજબ વેચાણ કરવામાં આવતુ હતું. નેટફલીકસ, એમેઝોન યુ-ટયુબ પેટીએમ, ફોન-પે, બીગ બાસ્કેટ, બૂક માય શો જેવી કંપનીઓનો ચોરાયેલો ડેટા પણ મળી આવ્યો હતો. 67 કરોડ ભારતીયોના ડેટા ચોરીનાં આ સૌથી મોટા કૌભાંડમાં ઉતર પ્રદેશના 20.39 કરોડ, મધ્યપ્રદેશનાં 4.5 કરોડ, દિલ્હીના 2.7 કરોડ, આંધ્રપ્રદેશના 2 કરોડ, કેરળનાં 1.57 કરોડ, રાજસ્થાનનાં 2 કરોડ, કાશ્મીરનાં 2 કરોડ, પંજાબનાં 1.5 કરોડ, બિહારનાં 1 કરોડ તથા હરીયાણાનાં એક કરોડ લોકોના ડેટા મળી આવ્યો હતો.
ઈ-કોમર્સ કંપનીઓ અને ફીનટેક કંપનીના ગ્રાહકોના ડેટા પણ ચોરી લેવાયા!!
જીએસટી તથા આરટીઓ જેવા સરકારી વિભાગો તથા ઈ-કોમર્સ કંપનીઓ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ તથા ફીનટેક કંપનીઓનાં ગ્રાહકોની અંગત માહિતી પણ હતી. પોલીસે લોકોની ખાનગી માહિતી પર્સનલ ડેટા ચોરીને તેનું વેચાણ કરવાનો આરોપ મુકીને વિનય ભારદ્વાજની ધરપકડ કરી છે.
નેટ બેન્કિંગના વપરાશકર્તાઓ પણ બચી ન શક્યા!!
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ દિલ્હીથી ગુજરાત સુધીનાં 66.9 કરોડ લોકોનો ડેટા મળી આવ્યો હતો આ લોકોના ડેટાની કુલ 135 કેટેગરી બનાવી હતી અને ગ્રાહકની જરૂરીયાત મુજબ વેચાણ કરવામાં આવતુ હતું. નેટફલીકસ, એમેઝોન યુ-ટયુબ પેટીએમ, ફોન-પે, બીગ બાસ્કેટ, બૂક માય શો જેવી કંપનીઓનો ચોરાયેલો ડેટા પણ મળી આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના સૌથી વધુ 20 કરોડ લોકોના ખાનગી ડેટાની ચોરી!!
67 કરોડ ભારતીયોના ડેટા ચોરીનાં આ સૌથી મોટા કૌભાંડમાં ઉતર પ્રદેશના 20.39 કરોડ, મધ્યપ્રદેશનાં 4.5 કરોડ, દિલ્હીના 2.7 કરોડ, આંધ્રપ્રદેશના 2 કરોડ, કેરળનાં 1.57 કરોડ, રાજસ્થાનનાં 2 કરોડ, કાશ્મીરનાં 2 કરોડ, પંજાબનાં 1.5 કરોડ, બિહારનાં 1 કરોડ તથા હરીયાણાનાં એક કરોડ લોકોના ડેટા મળી આવ્યો હતો.