Table of Contents

ચેતજો.. http://bit.ly/40kT0AV સરકારના નામે આ બોગસ વેબસાઈટ ધમધમે છે

તપાસ કરતા માનવ કલ્યાણ યોજના, સમાજ કલ્યાણ યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત વિવિધ યોજનાના નામે કૌભાંડ આચરનારની શોધખોળ હાથ ધરાઈ

જાગૃતાના અભાવે ખોટી અને ભ્રામક વેબસાઈટોની લોકો સહેજ પણ પુષ્ટિ નથી કરતા

તપાસનો ધમધમાટ શરૂ અનેક નવા ઘટસ્ફોટ થવાની શક્યતા

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, નાણાકીય ફ્રોડ, ડિજિટલ ડેટાની ચોરી સહિતના પ્રશ્નો ઉદભવિત થયા છે. ત્યારે સોશિયલ મીડિયાના ભૂતનું નવું દૂધ સામે આવ્યું છે કે જે સરકારી યોજનાનો લાભ લેનાર જરૂરિયાત મંદોને છેતરવા માટે ખોટી વેબસાઈટ મારફતે તેમના ખાનગી ડેટા લૂંટી રહ્યા છે. અને સામે લોકો પણ ભ્રામક અને ખોટી વેબસાઈટની કોઈપણ રીતે પુષ્ટિ કરતા નથી અને તેઓ આ તકલીફનો ભોગ બને છે. અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે સરકારી યોજના નો લાભ લેવા માટે esamajkalyan. gujarat.gov.in એક માત્ર અધિકૃત વેબસાઈટ છે.

સમાજ કલ્યાણ અંતર્ગત આવતી માનવ કલ્યાણ યોજના ની ખોટી વેબસાઈટ બનાવી હોવાનું સામે આવ્યું છે અને અનેક પ્રકારે ભ્રામક જાહેરાતો પણ કરવામાં આવી રહી છે જેનાથી લોકો ભરમાય પોતાના પર્સનલ ડેટા આપી રહ્યા છે. આ બ્રાહામક વેબસાઈટની ખરાઈ કર્યા બાદ એ વાતની જાણ થઈ કે ખરા અર્થમાં સરકારની જે વેબસાઈટ છે તેનાથી તદ્દન ભીલ આ બ્રાહક વેબસાઈટ હોવાનું સામે આવ્યું છે જેમાં સરકારી યોજના નહીં પરંતુ લોકોના ડેટા તેમાં ઉમેરવામાં આવે છે. એટલુંજ નહીં જે ભ્રામક જાહેરાત કરવામાં આવી છે તે પ્રકારની એક પણ યોજના હાલ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી નથી જેનાથી લોકોએ ચેતવું ખૂબ જ જરૂરી છે.

સાયબર ગુનો આચારનાર ગુનેગારો મુખ્યત્વે એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય કે લોકોને કઈ રીતે છેતરી શકાય પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે લોકોએ પણ જાગૃત થવું જરૂરી છે જો જાગૃતતા નહીં કેળવાય તો આ પ્રકારના ગુના નો ભોગ બનવું પડશે. લોકોના ઉત્થાન માટે અને લોકો સારી રીતે પોતાનું જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ તેમના હિતાર્થે બનાવવામાં આવતી હોય છે પરંતુ તેનો જે યોગ્ય લાભ લોકોને મળવો જોઈએ તે મળી શકતો નથી કારણ કે તેમનામાં જાગૃતતા નો અભાવ એટલું જ નહીં કોઈપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતી લાલચને તેઓ સહજ રીતે સ્વીકારી લેતા હોય છે અને જરૂરી તમામ માહિતીઓ પોતાની જે તે વ્યક્તિ અથવા તો જે તે વેબસાઈટમાં આપી દેતા હોય છે. પરિણામે તેઓ આ પ્રકાર ની ઘટનાનો ભોગ બનવું પડે છે.

સમાજ કલ્યાણ અને માનવ કલ્યાણ યોજના ના સ્થાનિક અધિકારીઓને જ્યારે આ વાતની ખબર પડી કે તેમની ખોટી વેબસાઈટ બનાવવામાં આવી છે તો તેઓએ પણ લોકોને સાવ જ રહેવા સૂચવ્યું છે અને જણાવ્યું છે કે તેઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો થાય તો તેઓએ કચેરીનો જ સંપર્ક સીધો સાધવો જોઈએ જેથી કોઈપણ ગેરરીતી અને કોઈ પણ ઘટનાનો ભોગ તેવો ન બને. બીજી તરફ આ વાતની જાણ સરકારી વિભાગને થતા જ કપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આગામી દિવસોમાં અનેક નવા ઘટસ્પોટ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

પાસ બાદ આરોપીઓ દ્વારા કઈ મોડેલ્સ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી અને ચોરી કરેલા ડેટાનો ઉપયોગ કયા કયા અને કેવી રીતે કરવામાં આવ્યો હતો તે અંગેની પણ છાન ભિન્ન અને તપાસ હાથ ધરાશે. પોલીસ વિભાગે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે હાલના તબક્કે લોકોએ જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે અને તેઓને કોઈ પણ બાબતે શંકા ઉદ્ભવે તો નજીકના પોલીસ મથકનો તેઓએ સંપર્ક સાધવો જોઈએ.

Screenshot 2 20

વોટ્સએપમાં ફરતા ભ્રામક મેસેજથી સાવધ રહેવું

વોટ્સએપ મારફતે અનેક ભ્રામક મેસેજોની લીંક મળતી હોય છે જેમાં લોકો તે યોજનાનો લાભ લેવા માટે જે તે લીંકનો ઉપયોગ પણ કરે છે અને તેમાં પૂછવામાં આવતી દરેક ખાનગી માહિતીઓ જેવી કે નામ ,મોબાઈલ નંબર, ઇમેલ એડ્રેસ સહિતની વિગતો માંગવામાં આવે છે અને લોકો તેને પરિપૂર્ણ પણ કરે છે.  જ્યારે ફોર્મ ભરવા માટે સબમિટ  અથવા તો ઓકે બટન પર ક્લિક કરવામાં આવે તો કોઈપણ પ્રકારની યોજના અંગે કોઈ માહિતી ખૂલતી નથી . અને અરજદારની તમામ પર્સનલ માહિતી સાયબર ફ્રોડ કરનાર લોકો અંકે કરી લે છે અને ત્યારબાદ કૌભાંડ આચરવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત આવરી લેવાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ

– માનવ કલ્યાણ યોજના
– ક્રાફટ બિઝનેસ ડેવલોપમેન્ટ
– દતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના
– હાથ શાળની યોજના
:અધિકૃત વેબસાઈટ: http://e-kutir.gujarat.gov.in

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત આવતી વિવિધ યોજનાઓ ( સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતિ)

– સ્વરોજગાર લક્ષી નાના પાયાના વ્યવસાય, વાહન યોજના
– પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ
– મહિલા સમૃદ્ધિ યોજના
:અધિકૃત વેબસાઈટ: http://esamajkalyan.gujarat.gov.in

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (બક્ષીપંચ)

– કુવરબાઈ મામેરું યોજના
– પંડિત દિનદયાળ આવાસ યોજના
– દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના
-ઘોડિયાઘર યોજના
: અધિકૃત વેબસાઈટ : http://esamajkalyan. gujarat.gov.in

સાઇબર ક્રાઈમ એક્શન મોડમાં

હાલ જે રીતે ભ્રામક યોજનાઓ થકી લોકોના ડેટા ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે તેને ધ્યાને લઈ સાઈબર ક્રાઇમ પણ એક્શન મોડમાં આવ્યું છે સાઇબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે આ અંગે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને પુરાવાઓ મળતાની સાથે જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરસે.

સરકારી યોજનાના લાભ લેવા માટે લોકોએ કચેરીનો સંપર્ક સાધવો : અધિકારી

સમાજ કલ્યાણ ની સાથે માનવ કલ્યાણ યોજના અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિકારીઓએ આ કૌભાંડ બાદ જણાવ્યું હતું કે સરકારી યોજના ના લાભ લેવા માટે લાભાર્થી લોકોએ કચેરીનો સંપર્ક સાધવો જોઈએ. જેથી તેઓને કોઈપણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે અને તેમની સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય. એટલુંજ નહીં અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોની જાગૃતતા પણ એટલી જ જરૂરી છે કોઈપણ લાલચ વાળા મેસેજ વોટ્સએપ અથવા તો કોઈ અન્ય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ મારફતે ફરતા હોય તો ને પણ લોકોએ અવગણવા જોઈએ તેની ખરાઈ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.