પોરબંદર પંથકના રાશન કાર્ડમાં અપાતા રુા.6.72 લાખના ચોખા મુંદ્રા મોકલાતા: ચોખા વેચનાર, મગાવનાર અને છકડો રિક્ષાના ચાલક સહિત નવ સામે નોંધાતો ગુનો
કુતિયાણા પાસે આવેલી દેવાંગી હોટલ પાસે શંકાસ્પદ ચોખાના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી લીધા બાદ પોરબંદર એલસીબી, પેરોલ ફર્લો સ્કવોર્ડ અને મામલતદાર દ્વારા કરાયેલી સયુકત તપાસ દરમિયાન પોરબંદર પંથકના સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ચોખાનું બારોબાર વેચાણ કરી ગાંધીધામ ખાતે મન્દ્રા ફલાય ઓવર બાલાજી વે બ્રીજ પાસે મા આશાપુરા ચોખા મીલ ખાતે મોકલવાના હોવાનું બહાર આવતા પોલીસ દસ શખસ્ો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર એલસીબીના હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ કેશુભાઇ વરુએ બાટવાના મંગા ઉર્ફે બાપુ ગૌસ્વામી, અનિલ મંગા ગૌસ્વામી, રાણાવાવના અજય ઉર્ફે અજો મોહન ચૌહાણ, કુતિયાણાના નાગાજણ લખમણ ઓડેદરા, કુતિયાણાના ધ્રુવિલગીરી યોગેશગીરી અપારનાથી, બાટવાના કિસોર ભરત વાડલીયા, માણાવદરના સંજય શંકર માવ અને ગાંધીધામની મા આશાપુરા ચોખા મીલના માલીક સામે સસ્તા અનાજની દુકાનદાર દ્વારા રાશનકાડ4 હોલ્ડરને આપનવાના ચોખા બારોબાર વેચી નાખવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
કુતિયાણા પાસે આવેલા દેવાંગી વે બ્રીજ ખાતે વજન કરાવવા આવેલા જી.જે.25યુ. 3680 નંબરના ટ્રક લઇને કુતિયાણાના પંચેશ્ર્વર ચોક ખાતે રહેતા ધ્રુવીલગીરી યોગેશગીરી ગૌસ્વામી આવ્યો ત્યારે તેને એલસીબી સ્ટાફે ઝડપી કરેલી પૂછપરછમાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા રેશન કાર્ડ ધારકને ચોખા ન આપી બારોબાર વેચી નાખ્યાનું બહાર આવ્યું હતી. ચોખા ગાંધીધામમાં મા આશાપુરા ચોખા મીલ ખાતે વેચાણ કરાતુ હોવાનું બહાર આવ્યું છે. ચોખાનો જથ્થો કયા પરવાનેદાર દ્વારા વેચાયો તે અંગે મામલતદાર દ્વારા તપાસ ચાલી રહી છે.