- અલગ-અલગ કંપનીની 50 બોટલ સાથે એક પકડાયો
Surat News : સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રી-ફિલિંગ ગેરકાયદે થતાં હોવાના કૌભાંડ પકડાઈ રહ્યાં છે. લસકાણા વિસ્તારમાંથી ગેસ રી-ફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50થી વધુ ગેસની બોટલ ઝડપી લેવામાં આવી હતી. બોટલ સાથે ગેસ રી-ફિલિંગના વેપલા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
બાતમીના આધારે રેડ
લસકાણા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રી-ફિલિંગનું કામ ઘરે બેસીને કરતો હતો. ગેરકાયદે રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. જેમાંથી અલગ અલગ ગેસના બાટલા ધરાવતી કંપનીના બાટલા કબ્જે કરવામાં આવ્યા હતા, સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પરપ્રાંતિયોને ટાર્ગેટ કરાયા
સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ મજૂરી કરવા આવતાં હોય છે. આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ નથી હોતા. જેથી ગેસના બટલા ન મળે તેવા સંજોગોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ કૌભાંડીઓ મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બટલામાં રી-ફિલિંગ કરતાં હોય છે. ગેરકાયદે થતી આ પ્રવૃતિમાં બ્લાસ્ટ પણ અગાઉ થયા હોવાનું સામે આવ્યું છે.
ભાવેશ ઉપાધ્યાય