Abtak Media Google News
  • મહેસાણાની પેઢીએ ડીએપીનું ઉત્પાદન કર્યાનો ખુલાસો’

ચોમાસું પાકના વાવણીનો સમય થઈ ગયો છે. વાવણી માટે બિયારણ અને ખાતર બહુ જ મહત્વનું હોય છે. જો બંનેમાં સહેજ પણ ગરબડ નીકળે તો ખેડૂતોની આખી સીઝન ફેલ જતી હોય છે. ઉપરથી ખેડૂતને મહેનત માથે પડે અને નુકસાની ભોગવવી પડે છે. ત્યારે ગીર સોમનાથના મિતિયાજ ગામમાં નકલી ડીએપી ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે તપાસ કરતાં ઉનાના તડ ગામમાં ખાનગી એગ્રો ચલાવતાં પરેશ લાખનોત્રા નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. તેણે આ નકલી ડીએપી ખાતર મિતિયાજ ગામના ખેડૂતોને પધરાવ્યું હતું. આ અંગે ખેડૂતોને જાણ થતાં કિસાન એકતા સમિતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસની તપાસમાં આ સમગ્ર નકલી ડીએપી ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો. આખરે આ મામલે નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે નકલી ડીએપી ખાતરના 4 સોદાગરોની ધરપકડ કરી છે. સાથે જ આ મામલામાં કોની-કોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.

પોલીસમાં ડુપ્લીકેટ ખાતર મામલે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે તડ ગામે પરેશ પુંજા લાખનોત્રા જે એગ્રો ચલાવે છે, તેની પાસે લાયસન્સ નથી. પોલીસે આગળ તપાસ હાથ ધરી તો વધુ એક નામ ખુલ્યું હતું. જૂનાગઢનો મૂળરાજ ઉર્ફે મૂળું નારણ ચાવડા, જે ક્રોપ્સ ફર્ટિલાઈઝર નામની કંપનીમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. તે કંપનીમાંથી ડુપ્લીકેટ ખાતર લાવી તડ એગ્રો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો.

પોલીસે આગળ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, મહેસાણામાં આવેલી ક્રોપ્સ ફર્ટિલાઈઝર કંપનીએ ડુપ્લીકેટ ડીએપી ખાતર બનાવ્યુ હતું. આ કંપની મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ જેમાં એનપીકે, બાયો પોટાશ અને પ્રોમ વગેરે પ્રોડક્ટ બનાવવાનું લાયસન્સ ધરાવે છે. જોકે આ કંપનીએ ડુપ્લીકેટ ડીએપી ખાતર થેલી બનાવી માર્કેટમાં ખેડૂતોને વેચ્યું હતું. પોલીસે હાલ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તડ ગામના એગ્રો ચંચલાક પરેશ પુંજા તેમજ જૂનાગઢનો મૂળરાજ ચાવડા અને ક્રોપ્સ ફર્ટિલાઈઝરના મુખ્ય સંચાલક ભાર્ગવ કૃષ્ણકાંત રામનુજ, જે અમદાવાદનો છે, જ્યારે ડિરેક્ટર નંદ કિશોર ઉર્ફે નંદુ બાબુલાલ (અમદાવાદ)નો છે તમામની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. પી.જે. બાટવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 2023માં કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂતો અને અન્ય ગામના ખેડૂતોને ઊના તાલુકાના તડ ગામે એગ્રો અને જંતુનાશક દવાઓનો વેપાર કરતા કિસાન એગ્રો સેલ્સ નામની દુકાન ધરાવતા પરેશ પુંજાભાઈ લાખનોત્રા રહે. તડ વાળાએ 2023માં ડીએપી ખાતરની અછત હોય કોડીનાર પંથકમાં મિતિયાજ અને અન્ય ગામોમા ખેડૂતોને ડુપ્લીકેટ ડીએપેઉં ખાતર વેચેલ હતું. ખેડૂતોએ પાકની વાવણી સમય નાખેલ પરંતુ કોઈ ફાયદો થયો નહતો જે અહેવાલ સામે આવ્યા બાદ કોડીનાર એકતા સમિતિ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ખેતીવાડી નિયામકને લેખીત માં અરજી કરી હતી અને ખેતીવાડી નિયામક અધિકારી ડી.એ.જાદવે તુરંત તપાસ કરાવતા ડુપ્લીકેટ ડી.એ.પી. ખાતરનું વેચાણ થયું હોય ઊનાના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં આ અંગે તડના વિતરક પરેશ પુંજાભાઈ લાખનોત્રા અને તપાસ અન્ય સંડોવાયેલા શખ્સોના નામ ખૂલે તેની સામે પગલાં લેવા ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે વિવિધ ગુના સબબ ગત તારીખ 8/06/24ના ગુનો દાખલ કરી ગુનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચોધરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આર.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ નવાબંદર મરીન પોલીસના પીએસઆઈ પી. જે.બાંટવાની ટીમે તડ ગામેથી આરોપી પરેશ પુંજાભાઈ લાખનોત્રાને હસ્તગત કરીને પૂછપરછ કરતા તતેણે આ ડીએપી ખાતર જૂનાગઢના મૂળરાજ ઉફેઁ મુળુભાઇ નારણ ભાઈ ચાવડા પાસેથી પારસ ક્રોપ ફર્ટિલાઇઝર કંપની મહેસાણા કુ.નું પાસેથી મંગાવી વેચાણ કરેલ હતું. પોલીસે મુળુભાઈને હસ્તગત કરીને પૂછ પરછ કરતા તે માત્ર કમિશન એજન્ટ હતો તેણે જણાવેલ કે આ ખાતર પારસ ક્રોપ ફર્ટિલાઇઝર કંપની મહેસાણાના જવાબદાર ભાર્ગવ કૃષ્ણ કાન્ત રામાનુજ રહે. ચાંદખેડા, અમદાવાદ મુખ્ય વ્યક્તિ હોય ત્યાં તપાસ લંબાવતા પોલીસે આ શખ્સને પણ હસ્તગત કરી પારસ ક્રોપ ફર્ટિલાઇઝર કંપની મહેસાણાના ડાયરેક્ટર નંદકિશોર ઉફેઁ નંદુભાઈ બાબુલાલ લોહાર રહે. ચાંદખેડા અમદાવાદને હસ્તગત કરી પૂછપરછ કરી નવા બંદર મરીન પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેણે આ ખાતર બનાવી વેચાણ કરવા આપેલનું કબૂલાત આપેલ હતી.

પોલીસે વધુ તપાસ કરતા આ પારસ ક્રોપ ફર્ટિલાઇઝર કંપની મહેસાણાએ વગર લાઇસન્સએ ખાતર બનાવી વેચાણ કરવા આપેલ હતું તેની પાસે માત્ર એનપીકે, બાયો પોટાશ, એગ્રો પ્રોડક બનવાનું લાયસન્સ હતું. આ કંપનીની એનપીકે ખાતર અને અન્ય પ્રોડક્ટના નમુના બાબરા અને માંગરોળ ગામેથી ખેતી નિયામક લઇ તપાસ કરાવતા નમૂના ફેલ જતા ફેબ્રુઆરી 2024માં પારસ ક્રોપ ફર્ટિલાઇઝર કંપની મહેસાણાનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને તેમની પ્રોડકટનું ઉત્પાદન સ્ટોપ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. તેથી નવાબંદર મરીન પોલીસએ ચાર આરોપીઓની તા.9/06/24ના ધરપકડ કરી ઊના નામદાર કોર્ટમાં દસ દિવસની રિમાન્ડ માટે માગણી કરી રજુ કરવામા આવેલ હતા. નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવેલ કે, આ ગુનામા પાંચમો આરોપી તરીકે અંકુર વઘાસીયા રહે અમદાવાદનું પણ નામ ખુલેલ હોય તેને પકડવાનો બાકી છે. રિમાન્ડ દરમિયાન વધુ નામ ખુલવાની શક્યતાઓ રહેલી છે.

લાયસન્સ નહિ હોવા છતાં ડીએપીનું ઉત્પાદન કરી બજારમાં ઠાલવ્યુ’તું

પારસ ક્રોપ ફર્ટિલાઇઝર કંપની મહેસાણાએ વગર લાઇસન્સએ ખાતર બનાવી વેચાણ કરવા આપેલ હતું તેની પાસે માત્ર એનપીકે, બાયો પોટાશ, એગ્રો પ્રોડક બનવાનું લાયસન્સ હતું. આ કંપનીની એનપીકે ખાતર અને અન્ય પ્રોડક્ટના નમુના બાબરા અને માંગરોળ ગામેથી ખેતી નિયામક લઇ તપાસ કરાવતા નમૂના ફેલ જતા ફેબ્રુઆરી 2024માં પારસ ક્રોપ ફર્ટિલાઇઝર કંપની મહેસાણાનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને તેમની પ્રોડકટનું ઉત્પાદન સ્ટોપ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. તેથી નવાબંદર મરીન પોલીસએ ચાર આરોપીઓની તા.9/06/24ના ધરપકડ કરી ઊના નામદાર કોર્ટમાં દસ દિવસની રિમાન્ડ માટે માગણી કરી રજુ કરવામા આવેલ હતા. નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીમાં આધાર પુરાવા વગરનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો : એકની અટકાયત

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ભરેલ આઇશર ટ્રક ઝડપી પાડયો છે. સાથે જ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે.મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોરબી તાલુકાના ટીંબડી ગામ પાસે શંકાસ્પદ આઇસર ટ્રક નંબર જીજે-06-વી-6984ને ચેક કરતા જેમાંથી માર્કા વગરની બોરી મળી આવી હતી. ત્યારે આ બોરીમાં શું છે તે બાબતે પૂછતા ડ્રાઈવર જવાબ નહી દઈ શકતા અંતે બોરી ચેક કરવામાં આવી હતી. જેમાં આ યુરિયા ખાતર ભરેલ હોવાનું જણાઈ આવેલ હતું. જે બાદ આ ખાતર માટે બિલ સહિતના કાગળો માંગતા ડ્રાઈવર પાસે આનો કોઈ આધાર પુરાવો ન હોવાથી પોલીસે 350 બોરીમાં રહેલ કુલ 16,280 કિલો યુરિયા ખાતર જેની કિંમત રૂપિયા 97,680 સહિત તેમજ આઇશર ટ્રક મળી કુલ રૂપિયા 7,97,680 નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર પ્રવીણભાઈ રણજીતભાઇ ઠાકોર(ઉ .24,રહે વિલોચન નગર ઠાકોર વાસ,તા.સાણંદ) વાળા ઇસમની અટકાયત કરી હતી. જો કે બાદમાં ડ્રાઈવરનો જામીન પર છુટકારો થયો હતો પરંતુ હાલ આ અંગે ખેતીવાડી નિયામકને જાણ કરી છે અને આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા?કોને મોકલ્યો હતો? ક્યા લઈ જવાનો હતો?કોને આપવાનો હતો?તેમજ બોરીઓ પર કેમ કોઈ માર્કો નથી લગાવેલો?એવા અનેક સવાલોના જવાબ મેળવવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.