દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે દિલ્હી, પંજાબ અને અન્ય પડોશી રાજ્યોમાં ચાલતા એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા જેમણે કથિત રીતે લોકોને વિઝા અપાવી દેવાના નામે છેતરપિંડી આચરી હતી.
દેશભરના આશરે એક હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી આચર્યાના અહેવાલ
ચંદીગઢ ટુ એબ્રોડ નામની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા. તેમના કબજામાંથી કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બેંકોના બહુવિધ બનાવટી દસ્તાવેજો અને સ્ટેમ્પ્સ મળી આવ્યા હતા, તેવું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા લોકોમાં સિન્ડિકેટના કથિત માસ્ટરમાઇન્ડ તરુણ કુમાર, જસવિંદર સિંહ અને વિનાયકનો સમાવેશ થાય છે.
આ સિન્ડિકેટે અસંખ્ય શેલ કંપનીઓની સ્થાપના કરી હતી, જેમાં પ્રત્યેકમાં 20થી વધુ કાલ્પનિક કર્મચારીઓ હતા. જેમાં માર્કેટિંગ, એકાઉન્ટ મેનેજમેન્ટ અને એડવર્ટાઈઝીંગના પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. સમગ્ર કૌભાંડમાં પોલીસ દેશભરમાં 1,000 થી વધુ પીડિતોની ઓળખ કરવામાં સફળ રહી છે જેઓ આ છેતરપિંડીનો શિકાર બન્યા હતા.
રવિન્દ્ર સિંહ યાદવ, સ્પેશિયલ કમિશનર (ક્રાઈમ)ના જણાવ્યા અનુસાર આ સિન્ડિકેટ વારંવાર તેની આગળની કંપનીઓના નામ બદલીને કુલ નવ વખત જ્યારે વિસા મંજૂરી પ્રક્રિયાના વિવિધ તબક્કામાં પીડિતોને આગળ વધારવાની આડમાં છેતરપિંડીથી વધુ પડતી ફી વસૂલતી હતી. કેનેડા અને અન્ય દેશોમાં મુસાફરીની સુવિધા આપવાના ખોટા વચન સાથે આ ચાર્જિસ વ્યક્તિ દીઠ રૂ.15 થી 20 લાખ સુધીના હતા.
અરજી, મેડિકલ અને જોબ ઑફર લેટર સહિત વિઝા મંજૂરી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓને આવરી લેવા માટે ફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓએ ફોન કોલ્સ, સોશિયલ મીડિયા જાહેરાતો અને ઈમેઈલ દ્વારા કૌભાંડ આચર્યું હતું. એકવાર લોકોને બોગસ વિઝા આપ્યા બાદ તેઓ સંપર્ક તોડી નાખવાની મોડસ ઓપરેન્ડી સાથે ગુન્હો આચરતા હતા.
તપાસ દરમિયાન પોલીસ ટીમે કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (સીડીઆર), કસ્ટમર એપ્લીકેશન ફોર્મ્સ (સીએએફ), ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકોર્ડ્સ (આઈપીડીઆર), રિચાર્જ હિસ્ટ્રી, બેંક સ્ટેટમેન્ટ, આઈપી લોગ, ઓનલાઈન વોલેટ ટ્રાન્ઝેક્શન અને જીએસટી સંબંધિત ડેટા એકત્ર કર્યા હતા.