કેન્સલ થયેલા પ્રોજેકટનું મટીરીયલ જમા કરાવવાના બદલે બારોબાર વેચી નાખ્યું
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની માંગરોળ ડિવીઝનની ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં પ્રોજેકટનું મટીરીયલ મંજુર કરાવ્યા બાદ તેને કેન્સલ કરાવીને મટીરીયલ પરત જમા ન કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. તે અંગે હમીરભાઈ ધામાએ જીયુવીએનએલના એમ.ડીને રજુઆત કરી હતી.
હમીરભાઈ ધામાનાં જણાવ્યા મુજબ માંગરોળ ડિવીઝનની ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં વર્ષ ૨૦૧૪ દરમિયાન અધિકારીઓએ પ્રોજેકટ મંજુર કરાવ્યા બાદ તેનું મટીરીયલ્સ જે-તે કોન્ટ્રાકટ એજન્સીને સોંપ્યું હતું. બાદમાં પ્રોજેકટ કેન્સલ કરીને મટીરીયલ પરત જમા ન કરાવ્યું હતું. આમ કોન્ટ્રાકટ એજન્સી સાથે મળીને અધિકારીઓએ કૌભાંડ આચરીને મટીરીયલનું બારોબાર વેચાણ કરી નાખ્યું હતું. આ કૌભાંડની યોગ્ય તપાસ કરાવવામાં આવે તેવી માંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com