સૌરાષ્ટ્રના ‘સિંહ’ પર અમને ગર્વ છે: જયદેવ શાહ

વિઝડનના ૨૧મી સદીના સૌથી કિંમતી ટેસ્ટ પ્લેયર બનેલા સૌરાષ્ટ્રના સિંહ રવિન્દ્ર જાડેજાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને અભિનંદન પાઠવ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે રવિન્દ્ર જાડેજાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તેનામાં એક અદ્ભૂત શક્તિ છે તે ક્રિકેટના કોઈપણ ફોર્મમાં વિશ્ર્વસનીય છે તે સારો બેટ્સમેન, બોલર અને ફિલ્ડર પણ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં તે રમતની બાજી પલ્ટાવી શકે છે.

ટેસ્ટમાં ઓલ રાઉન્ડર તરીકે આઈસીસીમાં બીજા અને ત્રીજા સ્થાને પણ રહી ચૂક્યો છે. ડાબોડી બોલર અને ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર બધી રીતે અદ્ભૂત છે. તેઓ રણજી ટ્રોફીમાં એક ત્રિપલ સદી, ૮ સદી અને ૧૧ અડધી સદી કરી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએસનના સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝનો ટેસ્ટ મેચમાં તેવો સદી ફટકારી હતી અને અન્ય ટેસ્ટ મેચમાં ૧૪ અડધી સદી ફટકારી છે. તેણે ૪૯ ટેસ્ટ મેચમાં ૨૧૩ વિકેટ ઝડપી હતી અને એક મેચમાં તો ૧૦ વિકેટ મેળવી હતી. પાંચ વિકેટ નવ વખત મળી હતી. તેનું બોલીંગ પ્રદર્શન પણ ખૂબ જ સારૂ હતું. તેણે ટેસ્ટ મેચમાં ૪૮ રનમાં ૭ વિકેટ ઝડપી હતી. રણજી ટ્રોફીના ૪૪ મેચમાં ૧૮૮ વિકેટો મળી હતી. રણજી ટ્રોફીમાં તેણે માત્ર ૩૧ રન આપી ૭ વિકેટ ઝડપી હતી. રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ બોલીંગ પ્રદર્શન કરી ૧૩ વિકેટ ઝડપી હતી. તેણે ટેસ્ટ ઉપરાંત વન-ડે અને ટી-૨૦માં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સભ્યો સહિત દરેકે સુપરહિરો રવિન્દ્ર જાડેજા માટે ગૌરવની લાગણી વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.