પાસીંગ માકર્સ ૩પ ની જગ્યાએ ૩૦ કરવા સુપ્રીમની સલાહ
સુપ્રિમ કોર્ટના જજ રંજન ગોગાઇની અઘ્યક્ષતા વાળી સુપ્રિમ કોર્ટની ખંડપીઠે કેરળ હાઇકોર્ટ પર ચિંતા વ્યકત કરી હતી. કે ટ્રાયલ કોર્ટમાં ન્યાયિક અધિકારીઓની નિમણુંક માટે નિશ્ર્ચિત માર્કસની લધુતમ ટકાવારીના અને અનુભવના આધારે કરવાની હતી.
હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટને જાણ કરતી હતી કે પ્રારંભિક પરીક્ષા માટે ઉમેદવારો કવોલિફાઇટ ગુણ તરીકે ૩પ ટકા અને મુખ્ય પરીક્ષા માટે ૪૦ ટકા નકકી કર્યા હતા. જયારે ઇન્ટરવ્યુ માટે માત્ર ૩ ઉમેલવારો લાયક કર્યા હતા. અને ન્યાયિક અધિકારીની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવાર મળ્યા ન હતા.
મહત્વનું છે કે ૪પ જગ્યાઓ માટે ર૭૦૦ થી વધુ ઉમેદવારોએ ન્યાયિક અધિકારીની જગ્યામાં ઉમેદવારી નોંધાવી હતી. સીજેઆઇ ગોગોઇ અને જજ એલ.એન.રાવ અને સંજીવ ખન્નાની બેંચે જણાવ્યું હતું કે ‘હાઇકોર્ટમાંથી જજની પસંદગીના નિયમો સરળ બનાવવા જોઇએ પાસીંગ માર્કસ ૩પ ટકાથી ઘટાડી ૩૦ ટકા કરવા જોઇએ. ’ઉચી ટકાવારીના કારણે કેરાલા જેવા રાજયમાં આ જગ્યા માટે ૪પ ઉમેદવાર પણ મળવા મુશ્કલ છે. મહત્વનું છે કે એસ.સી. એસ.ટી. અને અન્ય પછાત વર્ગોની રજુઆત તેમની વસ્તીના પ્રમાણમા ઓછી છે સીજેઆઇએ જણાવ્યું હતું કે આરક્ષિત કેટગરી માટે હાઇકોર્ટમાં રજુઆત કરવા માટે કવોલિફાઇટગ ગુણના ઓછામાં ઓછા ટકાવારીના નિયમોના થોડી બાંધ છોડ રાખવી નહીં તો આરક્ષિત કેટેગરીના ઉમેદવારો કયારેય પરીક્ષા પાસ નહી કરી શકે. અને તેમના માટે નિયુકત કરેલી જગ્યા હંમેશા ખાલી રહેશે.
વધુમાં સીજેઆઇએ જણાવ્યું કે આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે અન્ય સેવાઓના ભરતી માટેની પરીક્ષાઓમાં લધુતમ ગુણ હળવા કરવામાં આવ્યા છે અને હાઇકોર્ટ આ પગલાને ચકાસીશકે છે. ગત વર્ષ હાઇકોર્ટમાંથી કાયદા મંત્રાલય દ્વારા મેળવેલા ડેટામાં દર્શાવવામાં આવ્યું છે કે ૧૪ ટકા જજ ની નિમણુંક એસ.સી. માંથી અને ૧ર ટકા જજની નિમણુંક એસ.ટી. માંથી અને ૧ર ટકા જજની નિમણુંક એસ.ટી. માંથી થઇ હતી. મહત્વનું છે કે એચ.સી. એસ.ટી. માંથી જજની પસંદગીના નિયમો સરળ બનાવવામાં આવે તો ઉમેદવારોને રાહત રહી.