ભારતીય સેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમિશનને લઈને દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે મહત્વપૂર્ણ સુકાદો આપ્યો હતો. કોર્ટે નિર્દેશ આપ્યા છે કે, સેનાએ એક મહિનામાં મહિલા અધિકાર માટે સ્થાયી કમિશન આપવાનું વિચારવું જોઇએ અને યોગ્ય પ્રક્રિયા બાદ પગલું ભરવું જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે, સેનામાં ઘણી મહિલા અધિકારીઓને ફીટનેસના આધારે કાયમી કમિશન ન આપવું પણ ખોટું છે.
જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ અને એમ.આર.શાહની ખંડપીઠે કહ્યું કે, મહિલા અધિકારીઓના સ્થાયી કમિશન પર દિલ્હી હાઈકોર્ટના પ્રથમ નિર્ણય 2010માં આવ્યો હતો. સેનાએ તેનો અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપ્યો. હવે મૂળ નિર્ણયના 10 વર્ષ બાદ પણ મહિલા અધિકારીઓને ફીટનેસ અને બોડી સાઇઝના આધારે સ્થાયી કમિશન ન આપવું તે યોગ્ય કહીં શકાય નહીં.
મહિલાઓ સાથે ક્રાઈટેરિયાના નામ પર ભેદભાવ કરવામાં આવી રહ્યો છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવામાં, તેમનો જૂનો એસીઆર અને શારીરિક ફેટનેસના શેપ -1 ક્રાઈટેરિયાનો આધાર બનાવવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું કે, 45-50 વર્ષની મહિલા અધિકારીઓના ફિટનેસના ધોરણો 25 વર્ષના પુરુષ અધિકારીઓ સાથે સમાન રાખવામાં આવ્યા છે. આ ભેદભાવ છે.
SCએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તેમની સેવામાંથી સેના અને દેશ માટે સન્માન મેળવનારી ઘણી મહિલા અધિકારીઓને પણ સ્થાયી કમિશન આપવામાં આવતું નથી. કોર્ટે કહ્યું કે, આપણી સામાજિક વ્યવસ્થા પુરુષોએ પુરુષો માટે બનાવવામાં આવી છે. આમાં સમાનતાની વાત ખોટી છે. આપણે બદલવું પડશે. સ્ત્રીઓને સમાન તકો આપ્યા વિના કોઈ રસ્તો નથી.
શું છે સ્થાયી કમિશન ?
સુપ્રીમ કોર્ટે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, બધી મહિલા ઓફિસરોને ત્રણ મહિનાની અંદર આર્મીમાં સ્થાયી કમીશન આપવામાં આવશે. જે તેઓ ઇચ્છે છે.આ પહેલા શોર્ટ સર્વિસ કમીશનમાં સેવા આપી ચુકેલા પુરુષો જ કાયમી કમિશનનો વિકલ્પ ધરાવતા હતા. જો કે, એરફોર્સ અને નેવીમાં મહિલા અધિકારીઓને પહેલેથી જ સ્થાયી કમિશન મળી રહ્યું છે.
શોર્ટ સર્વિસ કમીશનમાં મહિલાઓ 14 વર્ષ સુધી સર્વિસ બાદ રિટાયર થાય છે. પરંતુ તેમને કાયમી કમિશન મળ્યા બાદ મહિલા અધિકારીઓ તેમની સેવા પણ આગળ ચાલુ રાખી શકશે અને રેન્ક પ્રમાણે તેમને રિટાયરમેન્ટ મળશે. આ સિવાય આર્મીના તમામ 10 સ્ટ્રીમ-આર્મી એર ડિફેન્સ,સિગ્નલ,એન્જિનિયર, આર્મી સર્વિસ કોર્પ, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર, આર્મી સર્વિસ કોર્પ, ઇન્ટેલિજન્સ, જજ, એડવોકેટ જનરલ અને એઝ્યુકેશનલ કોર્પમાં મહિલાઓને સ્થાયી કમીશન મળી જશે.