સુપ્રીમ કોર્ટમાં સોમવારે કઠુઆ સામુહિત દુષ્કર્મ અને હત્યા મામલે સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસ હવે પઠાણકોટ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈએ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી રોજ આ કેસની સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી સીબીઆઈ તપાસની માગણી નકારી છે.


આ પહેલાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેન્ચે પીડિત અને બચાવપક્ષની અપીલ પર 26 એપ્રિલે સુનાવણી કરી હતી.આ દરમિયાન બેન્ચે કહ્યું હતું કે, આ કેસમાં સોમવાર સુધી કોઈ પણ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે નહીં. બેન્ચે એવું પણ કહ્યું હતું કે, જો તેમને એવુ લાગશે કે આ કેસમાં નિષ્પક્ષ સુનાવણી નથી થઈ રહી તો તેઓ કેસ ટ્રાન્સફર કરતા પણ વાર કરશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.