કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને આમંત્રણ આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે શનિવારે સાંજે 4 વાગ્યે કર્ણાટક વિધાનસભામાં ફ્લોટ ટેસ્ટ કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ પહેલાં સંભવનાઓ જણાવીને કહ્યું કે- સરકાર બહુમત સાબિત કરે કે પછી શનિવારે ફ્લોર ટેસ્ટ થાય.
કોંગ્રેસ તરફથી દલીલ કરી રહેલાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે પણ આવતીકાલે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છીએ. જો કે ભાજપે દલીલ કરી ફ્લોર ટેસ્ટ માટે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાં 3 જજની બેંચે ભાજપની દલીલને ફગાવી શનિવારે સાંજે જ ફ્લોર ટેસ્ટ થશે તેવા આદેશો આપ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com