અનુસૂચિત જાતિ જનજાતિ અને સુરક્ષિત કરતા કાયદાને સુદ્રઢ કરવા દેશભરમાં 24  કલાક ટોલ ફ્રી નંબર 14566 હેલ્પ લાઇન પર તમામ માહિતી અને વિગતો ઉપલબ્ધ કરાવાશે

 

અબતક, રાજકોટ

દેશના લોકતંત્ર અને સુદ્રઢ અને સંતુલિત બનાવવા માટે આવશ્યક એવી સામાજિક સમરસતા ને વધુ સુદ્રઢ બનાવવા માટે સામાજિક આર્થિક અસમાનતા ની ખાઈ પૂરવા માટે સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટેની સરકારી યોજનાઓ ના અમલીકરણ અને લાભાર્થીઓને પૂર્ણ લાભ મળે તે માટે એસ,સી,એસ, ટી કાયદાને સુદ્રઢ કરવા માટે નેશનલ હેલ્પલાઇન શરૂ કરવાનું આયોજન કરી રહી છે

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ માટેની યોજના અને એટ્રોસિટી કાયદા માટેની જાણકારી માટે 24 કલાક ટોલ ફ્રી નંબર 14566 ની સુવિધા ઉભી કરવામાં આવશે આ હેલ્પલાઇન વોઈસ કોલ અને વીઓઆઈપી અથવા તો મોબાઈલ અને લેન્ડલાઈન નંબર પર કોઇ પણ કંપનીના નેટવર્ક પરથી લગાવી શકાશે અને આ હેલ્પ લાઇનમાં હિન્દી અંગ્રેજી અને પ્રાદેશિક ભાષા ,રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ થશે મોબાઇલ એપ્લિકેશન માં પણ આ હેલ્પલાઇન ઉપલબ્ધ કરવામાં આવશે એસ.સી એસ.ટી કાયદા ની જોગવાઈ અંગે સામાજિક જાગૃતિ અને જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક તેનો ઉપયોગ કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે, સાથે સાથે અનુસૂચિત જાતિ જનજાતિ સંલગ્ન કોઈપણ ફરિયાદો ની એફઆઇઆર નોંધવા ની સાથે સાથે રાહત સહાય અને તમામ એફ.આઈ.આર નું કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થવા સુધીની તમામ પ્રક્રિયા સમયસર થઇ જાય તેવી જોગવાઇ પણ કરવામાં આવશે સરકાર દ્વારા એસસી એસટી કાયદાને સુદ્રઢકરવા માટે નેશનલ હેલ્પલાઇન શરૂ કરવાના આ નિર્ણય થી અનુસૂચિત જાતિ જનજાતિ ના અધિકારો વધારે સુદ્રઢ બનશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.