ક્રિકેટર શ્રીશાંત પરથી સુપ્રીમ કોર્ટે IPL સ્પોર્ટ્સ ફિક્સીંગ કેસમાં આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCIને શિસ્ત અંગેની કાર્યવાહી કરવાનો હક છે.કોર્ટે BCCIને શ્રીશાંતને સુનાવણીની તક અને 3 મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે.
Spot fixing case: Supreme Court asked the BCCI to reconsider its order of life ban on S Sreesanth (file pic) pic.twitter.com/fgF3iAUDx7
— ANI (@ANI) March 15, 2019
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCI શ્રીશાંત પર લગાવેલા પ્રતિબંધ પર એકવાર ફરી વિચાર કરે, કોર્ટે કહ્યું કે, BCCIએ ત્રણ મહિનાની અંદર આ અંગેનો નિર્ણય કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈએ શ્રીશાંતની વાત પણ સાંભળવી જોઈએ. આજીવન પ્રતિબંધની સજા યોગ્ય નથી.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટની બેંચે BCCIને કહ્યું કે, ત્રણ મહિનાની અંદર શ્રીશાંત અંગે નિર્ણય કરવો લેવો પડશે કે તેમની પર પ્રતિબંધ હટાવીને તેમને કઈ સજા આપશે. BCCIએ શ્રીશાંત પર IPL-2013માં સ્પોર્ટ્સ ફિક્સીંગનો દોષી હોવાના આરોપસર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. જેની સામે શ્રીશાંતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા BCCIએ કહ્યું કે, શ્રીશાંત પર ભ્રષ્ટાચાર , સટ્ટાબાજી અને રમતને બદનામ કરવાના આરોપ છે.