લોકપાલની નિમણૂકમાં વિલંબ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને કહ્યું કે તેઓ આગામી 10 દિવસની અંદર દેશમાં લોકપાલની નિમણૂક માટેની સમયમર્યાદા નક્કી કરે અને તેમને જાણ કરે.

જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આર. ભાનુમતીની બેંચે સરકારને કહ્યું કે દેશમાં લોકપાલની નિમણૂક માટે ઉઠાવવામાં આવનારા તમામ સંભવિત પગલાંઓની જાણકારી આપતી એફિડેવિટ આગામી 10 દિવસની અંદર સબમિટ કરો. કેન્દ્ર તરફથી એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે લોકપાલની નિમણૂક સંબંધે સરકાર તરફથી મળેલા લેખિત નિર્દેશ સોંપ્યા.બેંચે મામલાની સુનાવણી માટે આગામી તારીખ 17 જુલાઈ નક્કી કરી છે.

કોર્ટ બિનસરકારી સંગઠન કોમન કોઝ તરફથી થયેલી માનહાનિની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં 27 એપ્રિલ, 2017ના રોજ કોર્ટના આદેશ છતાં લોકપાલની નિમણૂક ન થઇ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.