ભારતીય સ્ટેટ બેંકના છે ૪૪ કરોડ ગ્રાહકો
ભારતીય ટેસ્ટ બેંકની ઓનલાઈન બેંકીંગ સેવા ટેકનીકલ ક્ષતિનાં કારણે સવારથી જ ઠપ્પ થઇ જતા ગ્રાહકો હેરાન થયા હતા. જો કે બપોરે આ સેવા ચાલુ થઇ ગઇ હતી. એટીએમ અને પીઓએસ મશીનની કામગીરીને અસર થઈ નથી. બેંકે ટવીટ કરી જણાવ્યું છે કે કનેકટીવીટીની સમસ્યાને લીધે અમારી કોર બેંકીંગ સેવા ગ્રાહકોને ઉપલબ્ધ થઈ શકી નથી અમને આશા છે કે જલ્દી આ સેવા પૂન: શરૂ કરી શકીશું એટીએમ અને પીઓએસ સિવાયની અમારી તમામ ચેનલને અસર થઈ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લગભગ ૪૪ કરોડ ગ્રાહકો છે. જેથી આ સમસ્યા બહુમોટી ગણાય ભારતીય સ્ટેટ બેંક દેશની સૌથી મોટી બેંક છે. જેમાં કુલ ડિપોઝીટ અને લોનનાં ૨૫ ટકા હિસ્સો બજારમાં ભાગીદારી ધરાવે છે. દેશમાં બેંકની ૨૪ હજાર શાખાઆ છે. તાજેતરમાં જ એસબીઆઈનાં નવનિયુકત ચેરમેન દિનેશ ખાસએ કાર્યભાર સંભાળ્યો છે. ગ્રાહકો કર્મચારીની સુરક્ષાને તેઓ વધુ મહત્વ આપે છે.