એસબીઆઇએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ દરમાં 0.05%નો ઘટાડો કર્યો છે. બેંકે રિઝર્વ બેન્કની મોનેટરી પોલીસીની દ્વિમાસિક સમીક્ષાના એક દિવસ બાદ શુક્રવારે આ જાહેરાત કરી. એસબીઆઇના આ નિર્ણયથી 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનની ઇએમઆઇ 96 રૂપિયા સુધી ઘટી જશે.
30 લાખ રૂપિયા સુધીની લોન પર ઇએમઆઇ 26,607 રૂપિયા સુધી હોય છે, જે હવે 96 રૂપિયા ઘટીને 26,511 રૂપિયા થશે. 25 લાખની લોન પર ઇએમઆઇમાં 80 રૂપિયાનો ફાયદો થશે. એસબીઆઇ બાદ હવે અન્ય બેંક પણ પોતાની હોમ લોનના રેટમાં ઘટાડો કરી શકે છે.
લોન રકમ | જૂની EMI | નવી EMI | બચત (રૂ.) |
25 લાખ | 22,173 | 22,093 | 80 |
30 લાખ | 26,607 | 26,511 | 96 |