સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહક એટીએમથી એક દિવસમાં 20 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. નવો નિયમ 31 ઓક્ટોબરથી લાગુ ગશે. હાલ 40 હજાર રૂપિયાની લિમિટ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એસબીઆઈએ તમામ શાખાઓને આ નોટિસ ડિસ્પ્લે કરવા કહ્યું છે.
એટીએમ દ્વારા પૈસા ઉપાડવામાં છેતરપિંડીની ફરિયાદો રોકવા અને કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા એસબીઆઈએ આ નિર્ણય લીધો. છેલ્લા થોડાક વર્ષોમાં એટીએમનો ક્લોન બનાવી અને પિન નંબર ચોરીને છેતરપિંડી થતી હોવાના મામલા વધ્યા છે.બેંક મુજબ વધુ ઉપાડની લિમિટ ઈચ્છનારા ગ્રાહક ઊંચા વેરિયન્ટવાળા કાર્ડ લઈ શકે છે. આવા કાર્ડ તે કસ્ટમર્સને ઇસ્યૂ કરવામાં આવશે જેમના ખાતામાં મિનિમમ બેલેન્સથી વધુ રકમ જમા રાખે છે.કેશ ઉપાડની મર્યાદામાં કાપ તહેવારના સીઝન પહેલા થયો છે.
તેના કારણે રોકડમાં લેવડ-દેવડ કરનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકાર ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માંગે છે.એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક છે. દેશભરમાં તેના 28.90 કરોડ ડેબિટ કાર્ડ ધારક અને 59,598 એટીએમ છે.