ધોરાજીમાં જનરલ મેનેજર જીતેન્દ્રકુમારે યોનો એપ વિશે આપી વિસ્તૃત માહિતી
ધોરાજી એસ.બી.આઈ.બેંક ખાતે બેંકના એ. જી.એમ. જિતેન્દ્ર કુમાર ખાસ ઉપસ્થિત રહી બેંકકર્મી સાથે મિટિંગ ઉપરાંત એસ. બી.આઈ.દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ યોનો એપ્લિકેશનના ઉપયોગ અને ગ્રાહકોને મળનારી સુવિધાઓ વિશે માહિતગાર કર્યા હતા.
એ. જી. એમ. જીતેન્દ્ર કુમાર, બેંક મેનેજર મંઝૂર શમાં, જગદીશભાઇ ગામોટ, ભાજપના જિલ્લા અગ્રણી કિશોરભાઈ રાઠોડ, પત્રકારો ભરતભાઈ બગડા, નયન કુહાડીયા, મુનાફ બકાલી, અલ્પેશ ત્રિવેદી સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં જિતેન્દ્ર કુમાર એ યોનો એપ્લિકેશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ એપ્લિકેશન થી ગ્રાહકો દ્વારા થતું મની ટ્રાન્જેક્શન સલામતી ભર્યું છે. એટીએમ માં ચિટીંગ, ફ્રોડ થવાના બનાવો સામે આ એપ્લિકેશન માં ખુબજ સેફટી છે. તેમજ આ એપ્લિકેશન થી મોબાઈલ બિલ, લાઈટ બિલ ભરવા ઉપરાંત અનેક સુવિધાઓ ગ્રાહકને મળી રહે છે.
એ ટી એમ માં નાણાં ઉપાડવા સમયે જો ગ્રાહક પાસે એટીએમ કાર્ડ ભુલાઈ ગયું હોય કે સાથે ન હોય ત્યારે મોબાઈલમાં આ એપ્લિકેશન દ્વારા પૈસા ઉપાડી શકાય છે. તેમજ ગ્રાહકોની ડિમાન્ડ ને ધ્યાને લઇ ખાસ યોનો એપ્લિકેશન એન્ડ્રોઇડ મોબાઈલ પર પ્લે સ્ટોર માંથી મેળવી શકાય છે.
આ તકે ધોરાજી એસબીઆઇ ના મેનેજર મંઝૂર શમાં એ જણાવેલકે આ એપ્લિકેશન સુવિદ્યા, સલામતી સાથે ગ્રાહક જાતે જ મોટા ભાગના આવશ્યક કામ કરી શકે જેથી તેઓને લાઈનમાં ઉભા રહેવાની મુશ્કેલી પણ નિવારી શકાય. આ એપ્લિકેશન ને લગતા જરૂરી માર્ગદર્શન માટે એસબીઆઇ ના ગ્રાહકો બેંક ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે.