સૈન્ય કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વિવિધ લાભ આપવા એમઓયુ રિન્યૂ કર્યા
અબતક,રાજકોટ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ એની ડિફેન્સ સેલેરી પેકેજ સ્કીમ દ્વારા સેવારત અને સેવાનિવૃત્ત સૈન્ય કર્મચારીઓ અને તેમના પરિવારજનોની સેવા કરવા ખાસ બનાવેલા બેનિફિટ અને ફાયદા આપવા ભારતીય સેના સાથે એના સમજૂતી કરાર (એમઓયુ)ને રિન્યૂ કર્યા છે. આ એમઓયુ પર નવી દિલ્હીમાં એજી લેફ્ટન્ટ જનરલ હર્ષા ગુપ્તા,એસબીઆઈના એમડી સી એસ શેટ્, લેફ્ટનન્ટ જનરલ આર પી કલિતા, એસબીઆઈના ડીએમડી શ્રીમતી સલોની નારાયણ, એસબીઆઈના સીજીએમ દેવેન્દ્ર કુમાર તથા સેના અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં થયા હતા.આ એમઓયુ અંતર્ગત એસબીઆઈ પૂરક પર્સનલ અને એર એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ (ડેથ) કવચ, ઓન-ડ્યુટી મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા/આંશિક વિકલાંગતા કવચ જેવા વિવિધ ફાયદા ઓફર કરે છે. આ મૃત્યુ પામેલા સૈન્ય કર્મચારીઓના બાળકોના શિક્ષણ અને ક્ધયાના લગ્નમાં પણ ટેકો આપે છે. આગળ જતાં સેવાનિવૃત્તિ સૈન્ય કર્મચારીઓ પણ પૂરક પર્સનલ એક્સિડન્ટલ (ડેથ) ઇન્સ્યોરન્સ મેળવવાને પાત્ર બનશે, જેમાં તેમની વયને ધ્યાનમાં લેવામાં નહીં આવે. ફેમિલી પેન્શનર્સ પણ વિવિધ ફાયદાઓને હકદાર બનશે.એ મુજબ, સૈન્ય કર્મચારીઓની સેવાઓ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના પ્રદાનને બિરદાવવા બેંક ઘણા પૂરક ફાયદાઓ સાથે ઝીરો-બેલેન્સ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને સર્વિસ ચાર્જમાંથી મુક્તિ પણ આપે છે. સૈન્ય કર્મચારીઓને હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન અને એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન પર લાભદાયક વ્યાજદરો અને પ્રોસેસિંગ ચાર્જ પર છૂટછાટ પણ આપવામાં આવે છે.
આ પ્રસંગે એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે, ભારતીય સેના સાથે જોડાણ કરવું ગર્વ અને સન્માનની બાબત છે. અમે સૈન્ય કર્મચારીઓ સાથે અમારા જોડાણમાં શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવામાં હંમેશા માનીએ છીએ, જેઓ આપણા દેશ અને નાગરિકોની સલામતી માટે તેમના જીવનને સમર્પિત કરે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એના ડિફેન્સ સેલેરી પેકેજ (આર્મી) દ્વારા સૈન્ય કર્મચારીઓની વિવિધ અનેક લાભ આપવાની ખુશી છે, જે તેમને અને તેમના પરિવારજનોને બેંકિંગ સુવિધાઓની સરળતા સુનિશ્ચિતતા કરે છે.આ એમઓયુ સૈન્ય કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પરિવારજનોની સેવાની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા કસ્ટમાઇઝ કર્યા છે. બેંકની સૈન્ય દળો પ્રત્યેની કટિબદ્ધતાના ભાગરૂપે એસબીઆઈ ડિફેન્સ સેલેરી પેકેજ અંતર્ગત આવરી લેવાયેલા તમામ સૈન્ય કર્મચારીઓને એમઓયુના લાભ ઓટોમેટિક આપશે.