આજથી નવા વર્ષ 2018નો પ્રારંભ થયો છે. અને નવા વર્ષની સાથે જીવનમાં જોડાયેલી કેટલીક ચીજવસ્તુઓમાં પણ બદલાવ આવ્યો છે. સરકારે કેટલીક જીવન જરૂરી વસ્તુઓમાં બદલાવ કર્યો છે.
આ સાથે જોઈએ તો આધાર કાર્ડ, ડેબિટ કાર્ડ,સબસિડી, હોલમાર્ક,જ્વેલરી અને સ્ટેટ બેંકથી જોડાયેલી ચીજવસ્તુઓમાં બદલાવ થયો છે. જે લોકો માટે મહત્વપૂર્ણ છે.
SBIએ પોતાના ખાતા ધારકો માટે આજથી નવા નિયમો લાગુ કર્યા છે. તો જે લોકો પાસે SBIની ચેકબુક છે તેઓ વહેલી તકે તેને બદલાવી લે. આજથી જૂની ચેકબુક અને IFSC કોડ બદલી લેવામાં આવ્યા છે.
SBIના ખાતા ધારકોએ હવે ચેકબુક માટે અરજી કરવી પડશે,આ સાથે હવે ડેબીટ કાર્ડથી રૂપિયા 2 હજારની ખરીદી પર કોઈ પણ ચાર્જ નહીં લાગે. સરકાર ડિજિટલ લેણદેણને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરી રહી છે.
સરકાર રૂપિયા 2 હજારની ખરીદી પર લાગતા ચાર્જને ડિસ્કાઉન્ટ તરીકે આપી રહી છે. તો આજથી સિમ કાર્ડને આધાર સાથે લિંક કરાવવા માટે આઉટલેટ નહીં જવુ પડે આ કામ ઘર બેઠા જ થઈ જશે. તો અન્ય એક બદલાવ મહિલાઓ સાથે જોડાયેલો છે. ભારતીય માનક બ્યુરોએ સોના પર લાગતા હોલમાર્ક પર બદલાવ કર્યો છે.
હવે સોનાના ઘરેણા 14, 18 અને 22 કેરેટમાં જ મળશે.પહેલા હોલમાર્કિંગ 10 અલગ-અલગ ગ્રેડથી થતી હતી.
આ સાથે ખેડૂતોને સરકાર તરફથી મળતી સબસીડી સીધી ખેડૂતોના બેંકા ખાતામાં જમા થશે.આ યોજના સમગ્ર દેશમાં લાગુ થઈ છે.અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ બતાવવું પડશે.