સ્ટેટ બેન્કઓફ ઇન્ડિયા એ સેવિંગ એકાઉન્ટમાં ૧ કરોડ રૂપિયા કે તેથી ઓછી ડીપોઝીટ પર વ્યાજ દર 4 ટકાથી ઘટાડીને ૩.5 ટકા કરી દીધો છે.SBIએ સોમવારે ૨ ટીયર સેવિંગ બેન્ક રેટની જાહેરાત કરતા જણાવ્યું કે ૧ કરોડથી વધારે બેલેન્સ પર સેવિંગ્સ ખાતાધારકને 4 ટકા વ્યાજ મળતું રહેશે.સુત્રોના જણાવ્યા મુજબ આગામી સમયમાં બીજી બેંકો પણ બચતખાતા પર વ્યાજ ઘટાડી શકે છે.
આ જાહેરાતથી 90 ટકા ગ્રાહકોને થશે નુકશાન.વાસ્તવમાં એસબીઆઈના 90 ટકા બચત ખાતામાં ૧ કરોડ રૂપિયાથી ઓછી ડીપોઝીટ છે.તેથી આ ગ્રાહકોને ૦.5 ટકા વ્યાજ ઓછુ મળશે.
એસબીઆઈ ખાતામાં ૧ કરોડથી વધુ જમા પર 4 ટકા વ્યાજ મળશે.
બેન્કોને નવી ફોર્મ્યુલા હેઠળ માર્જીનલ કોસ્ટથી લેન્ડીંગ રેટ નક્કી કરવો પડશે.આ સાથે દર મહીને બેંકોનો એમસીએલઆરની માહિતી આપવી પડશે.એક વર્ષ પહેલા એમસીએલઆરની માહિતી આપવી પડશે.