દેશની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સે 31 મી માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ.29,589 કરોડનું ન્યૂ બઝિનેસ પ્રીમિયમ નોંધાવ્યું હતું. જે 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ . 25,457 કરોડ હતું. રેગ્યુલર પ્રીમિયમમાં 31 મી માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા સમાન વર્ષ કરતાં 17 % નો વધારો થયો છે.

સુરક્ષા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને એસબીઆઈ લાઇફનું પ્રોટેક્શન ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 31 માર્ચ , 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ . 3,636 કરોડ હતું જે 19 % ની વૃદ્ધિ દર્શાવે છે . પ્રોટેક્શન ઇન્ડિવિડ્યુઅલ ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં 31 મી માર્ચ , 2023 ના રોજ પૂરા થયેલા વર્ષમાં 6 % ની વૃદ્ધિ નોંધાઈ છે અને તે રૂ . 996 કરોડ રહ્યું છે . ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 31 મી માર્ચ , 2022 ના રોજ પૂરા થયેલા સમાન વર્ષમાં 27 % વૃદ્ધિ સાથે રૂ . 20,906 કરોડ રહ્યું છે.

એસબીઆઇ લાઇફનો કરવેરા પછીનો નફો 31 માર્ચ , 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ . 1,721 કરોડ રહ્યો હતો. કંપનીનો સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2023 ના રોજ 1.50ની નિયમનકારી જરૂરિયાત સામે 2.15 પર મજબૂત રહેવાનું ચાલુ રહ્યો છે.

એસબીઆઈ લાઇફની એયુએમ પણ 31 માર્ચ, 2022 ના રોજ રૂ . 2,67,409 કરોડથી 15 % ના દરે વધીને 31 માર્ચ, 2023 ના રોજ 3,07,339 કરોડ રહી હતી . , જેમાં ડેટ – ઇક્વિટી મિક્સ 71:29 હતું . 94 % થી વધુ ડેટ રોકાણ એએએ અને સોવરિન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં છે.

કંપની 2,75,374 પ્રશિક્ષિત ઈન્શ્યોરન્સ પ્રોફેશનલ્સનું વૈવિધ્યસભર વિતરણ નેટવર્ક ધરાવે છે અને દેશભરમાં 992 ઓફિસો સાથે વિશાળ હાજરી ધરાવે છે, જેમાં મજબૂત બેન્કેસ્યોરન્સ ચેનલ , એજન્સી ચેનલ અને કોર્પોરેટ એજન્ટો, બ્રોકર્સ, પોઈન્ટ ઓફ સેલ પર્સન (પીઓએસ), ઈન્શ્યોરન્સ માર્કેટિંગ કંપનીઓ, વેબ એગ્રીગેટર્સ અન ડાયરેક્ટ બિઝનેસ જેવા અન્યનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.