ગ્રામીણ સ્વરોજગાર માટે યુવાનોને વિનામૂલ્યે આપે છે તાલીમ

ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.  ત્યારે દેશના યુવાનોને ઉદયમી બનાવવા તથા પગભર કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓને અમલી બનાવવામાં આવી છે. પરંતુ વર્વી વાસ્તવિકતા એ છે કે, હાલ દેશમાં બેરોજગારનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તે એક વિકટ સમસ્યા પણ ઉભી કરે છે. સ્પર્ધાના યુગમાં આજના નવયુવાનોને ઉદ્યમી બનાવવા સરકારની સાથોસાથ એસબીઆઇ દ્વારા સ્વરોજગાર અર્થે તાલીમ આપવાનો નિર્ધાર કર્યો છે. જેમાં યુવાનો વિવિધ કોર્સની તાલમ નિશુલ્ક મેળવી શકશે.

બેંકનો હેતુ એ જ છે કે, તાલીમ મેળવ્યા બાદ તેઓ પોતાના સ્વરોજગારના એકમો ઊભા કરે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને.એસબીઆઇ બેંકેએ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ દરેક તાલીમાર્થીઓ માટે રહેવા જમવાની સગવડ વિના મૂલ્ય પૂરી પાડવામાં આવે છે.  જેથી તેમના પર કોઈ અન્ય આર્થિક બોજ ન આવે.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયી તાલીમ આપી યુવકોને પોતાના સ્વરોજગારના એકમો સ્થાપવા સક્ષમ બનાવવાનો છે જેમાં, વ્યાખ્યાન ,સમુચર્ચા, ચર્ચા વિચારણા તથા વિવિધ એકમોની મુલાકાત પણ ગોઠવવામાં આવશે એટલું જ નહીં તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓ પોતાના વ્યવસાયમાં કેટલા અંશે પગભર થયા છે તે અંગેની તેની યાદી કરાશે અને જરૂરિયાત મુજબનો સહયોગ પણ આપવામાં આવે છે.એસબીઆઇ આરસીટી યુવાનો માટે ઓગસ્ટ મહિનામાં પ્રોફેશનલ કોર્સની તાલીમ આપશે જેથી તેઓ સ્વાલંબી બની શકે.તાલીમમાં ટેકનિકલ અને પ્રેક્ટિકલ તાલીમ ઉપર વધુ ભાર આપવામાં આવે છે તેથી એક બે જ એક જ ઉધમીની તાલીમ આપવામાં આવે છે આજે 40 થી 50 જેટલી અરજીઓ એકત્ર થાય પછી અરજદારોનું ઇન્ટરવ્યૂ માટે પત્ર લખી કે ફોન દ્વારા જાણ કરીને બોલાવવામાં આવે છે ઇન્ટરવ્યૂમાં અરજદારના જે તે ધંધા માટે અભિરુચિ જે તે ધંધો કરવા માટે કે કેમ વગેરે બાબતનું મહત્વ આપવામાં આવે છે પસંદ થયેલા ઉમેદવારોને પત્ર લખીને કે ફોન દ્વારા જાણ કરે તાલીમમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે

આ છે વિવિધ તાલીમ કાર્યક્રમો

એસબીઆઇ દ્વારા અપાતી કુલ 33 તાલીમ પૈકી 15 તાલીમ કાર્યક્રમ કે, જે યુવાનો માટે ખૂબ ઉપયોગી નિવડશે જેમાં…..

  • મધમાખી ઉછેર
  • બાગાયતી ખેતી
  • ઔષધીય છોડની ખેતી
  • ડેરી ફાર્મિંગ
  • અગરબત્તી બનાવટ
  • પાપડ / અથાણું મસાલો બનાવવા
  • મીણબત્તી
  • કોસ્ચ્યુમ જ્વેલરી
  • સીવણ કામ
  • સીસીટીવી કેમેરા
  • બ્યુટી પાર્લર
  • કડિયા કામ
  • ફોટોગ્રાફી
  • મિકેનિક
  • ટેકનિશિયન

તાલીમાર્થીની લાયકાત

તાલીમાર્થીઓને અરજી કરવા  માટે 18 થી 45 વર્ષની હોય ધરાવતા યુવક યુવતીઓ જે તે તાલીમ માટે ઠરાવેલી લઘુતમ લાયકાત અને અભિરુચિ ધરાવતા હોય તે તાલીમ માટે અરજી કરી શકે છે અરજી સાદા કાગળ કે પોસ્ટ કાર્ડ ઉપર કરવી જરૂરી હોય છે તેમાં પોતાનું વાલી પોતાનું નામ અને વાલી નું નામ ટપાલનું સરનામું ટેલીફોન નંબર શૈક્ષણિક લાયકાત અને અનુરૂપ કયા ધંધામાં તાલીમ લેવા માંગે છે જન્મ તારીખ ,ઉંમર ,શૈક્ષણિક લાયકાત ,વગેરે ખાસ જણાવવાનું હોય છે

એસ બી આઈ આર ટી સી સંસ્થાની વિવિધ સુવિધાઓ

આ સંસ્થાનો રાજકોટ અને મોરબી જિલ્લા માં વિનામૂલ્ય તાલીમ રહેઠાણ અને ભોજન વ્યવસ્થા તેમજ યોગ્ય પ્રશિક્ષણ દ્વારા સિદ્ધાંતિક શિક્ષણ આપવામાં આવે છે જે તે વ્યવસાયમાં કુશળ ટેકનીક કલ માર્ગદર્શકો દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે આધુનિક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે સ્થાનિક ભાષામાં સ્થાનિક પ્રશિક્ષકો દ્વારા તૈયાર કરેલા વાંચન અને સામગ્રી વગેરે તેમજ તાલીમ પછી પોતાના એકમ શરૂ કરવા માટે તેની માહિતી આપવામાં આવે છે

બેરોજગાર યુવક-યુવતીઓને 60 થી વધારે પ્રકારની અપાય છે તાલીમ: વિજયસિંહ આર્ય

ગામડાના ભાઈઓ અને બહેનો ને 18 થી 45 વર્ષના છે તેને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ એસ.બી.આઇ આરસેટી દ્વારા આપવામાં આવે છે. એસ.બી.આઇ

બેંક તથા ગરીબ વિકાસ  મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી રાજકોટ જિલ્લાના ગામડામાં વસતા યુવક અને યુવતીઓ બીપીએલ, આત્યોદય કાર્ડ, મનરેગા જોબન કાર્ડ, સખી મંડળના સભ્ય, એ.સઇ.સી.સી યાદી સમાવિષ્ઠ છે.

અને આ વર્ષનું અમારું લક્ષ્ય 830 બેહનોને અને ભાઈઓ ને રોજગાર આપવાનું છે. કોઈ પણ યુવક યુવતી ને આ કોર્સ કરવો હોઈ તો એના માટે અહી લોન આપવામાં આવે છે. એસબીઆઇ આરસેટીમાં જે કોઈ યુવક યુવતી તાલીમ લય લીધી હોઈ પછી અમે 2 વર્ષ સુધી એમનું ફોલઅપ કરીએ છીએ.

કોઈ પણ યુવક યુવતીનું અમે ભણતર માંગતા નથી પરંતુ તેની આવડત પ્રમાણે આપીએ છીએ તાલીમ: જીગ્નેશ ગોસ્વામી

અમે અહીં 60 થી વધારે કોર્સની તાલીમ આપીએ છીએ એમાં ખાસ કરીને અત્યારે બ્યુટી પાર્લરની તાલીમ ચાલુ છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકા માંથી બહેનો આવ્યા છે અને ખુબ સરસ રીતે તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ 30 દિવસની હોય છે અને સંસ્થા તરફથી આ તાલીમ બહેનો માટે તદ્દન નિશુલ્ક છે અને બહેનોને રહેવા જમવાની સુવિધા પણ સરકાર તરફથી ફ્રી માં આપવામાં આવે છે. અને અહીં જેટલા કોર્સ ચાલે છે આ તમામ કોર્સ નું રો મટીરીયલ અહીંથી જ આપવામાં આવે છે જેથી કરીને કોઈ તકલીફ ન પડે. કોઈપણ યુવક યુવતી કોર્સ શીખી લીધા બાદ તેને તેના ગામડામાં રોજગાર તરીકે કામ કરવું છે તેના માટે અહીં એસબીઆઇ બેન્ક લોન પણ આપે છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા ગામડાઓમાં ઘણા બધા યુવક અને યુવતીને રોજગારી અપાવી છે અને તેનો અમને ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.