30 દિવસની બ્યુટીપાર્લરની વિનામૂલ્યે ફૂલ ડે તાલીમ થકી 18 થી 45 બહેનો જીવનભર થઇ જાય આત્મ નિર્ભર
એસ.બી.આઇ. બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર તથા ગુજરાત સરકાર તરફથી રાજકોટ જીલ્લાના ગામડામાં વસતા 18 થી 45 વર્ષના કોઇપણ ભાઇઅ કે બહેનોજે બીપીએલ, નરેગા જોબકાર્ડ, અત્યોદય કાર્ડ, સખીમંડળ એસ.ઇ.સી.સી. આ કેટેગરીમાં આવતા તમામ બેરોજગાર યુવક-યુવતિને ફૂલ ડે ની 60 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. પણ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા જીજ્ઞેશગીરી ગોસ્વામી જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના તાલુકાના ગામડાઓના જ હોવા જોઇએ તે અંતર્ગત અત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગાડી ગેઇટ પાસે એ.જી. સ્ટાફ કોલોની સામે, એસ.બી.આઇ. ગ્રામીણ સ્વરોજગારતાલીમ સંસ્થા (આરસેટી) માં 30 દિવસની બ્યુટી પાર્લરની તાલીમ ચાલુ છે.
સવારે 10 થી સાંજન 6 વાગ્યા સુધી અને રહેવાનું અને જમવાનું પણ ફ્રી આપવામાં આવે છે. સવારે નાસ્તો, બપોરે જમવાનું સાંજે 4 વાગ્યે ચા નાસ્તો અને બ્યુટી પાર્લર માટે આખા કોર્ષનું રો મલ્ટીરીયલ પણ તદ્દન શિખવા માટે ફ્રી આપવામાં આવે છે. બ્યુટી પાર્લરના કોર્ષમાં થ્રેડીગ, વેકસ, ફેસીયલ, મેડીકયોર, પેડીકયોર, તમામ પ્રકારના હેર કટ, સીમ્પલ મેકઅપ, થર્મોમસ, બોડી સમાજ, હેરસ્પા, બોડી પોલીસીગ, બ્રાઇડલ, મહેંદીની અવનવી ડિઝાઇન, સ્મુથનીગ, હાઇબાઇઝ, હેર કલર, નેઇલ આર્ટ, બ્યુટી પાર્લર, ફેસઇઅલ, પાર્ટી મેકઅપ વગેરે બીજુ ઘણુ બધુ વર્ગ 30 દિવસની તાલીમ આપવામાં આવશે.આવી આર.સે.ટી. ભારતના તમામ જીલ્લામાં આવેલી છે. એટલે 590 આરસેટી (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા) આમા ભારત સરકાર (ગ્રામીણ વિકાસ મંત્રાલય) જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગુજરાતસરકાર અને એસ.બી.આઇ. બેંકના સહિયારા સાથથી સંસ્થાનું સંચાલત ચાલે છે.