બંનેના મોતથી પરિવારમાં શોક: ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસે આવેલા બ્રિજ ઉપર આઇસર પાછળ ટ્રક ઘૂસી ગયું છે. રાજકોટ તરફ જતો હતો તે દરમિયાન આઇસર પાછળ ટ્રક ઘૂસી જતા ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યા છે. આજે વહેલી સવારે આઇસર પાછળ ટ્રક ઘૂસી ગયો છે ત્યારે ઘટના સ્થળે જ સુરેશભાઈ મેવાડા અને વિજયભાઈ અજારાનું મોત નીપજવા પામ્યું છે.
ઘટનાને લઇ સાયલા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી જઈ અને બંનેના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેલનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે. લોકોના જીવ જઈ રહ્યા છે અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આઇસર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. આઇસરમાં ડીઝલ ફૂટી ગયા હોવાના કારણે તે રોડ ઉપર પડ્યું હતું અને પાછળથી આવતો ટ્રક ધડાકા ભેર આઇસર પાછળ ઘૂસી ગયો હતો. અને આ જ મામલે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે બંને મૃતકો કુટુંબિક સગા હોવાનું પણ બહાર આવ્યું છે.
જોકે આ મામલે સાયલા સરકારી હોસ્પિટલમાં બંનેના મૃતદેહોને લઈ જઈ અને ત્યારબાદ પોલીસે પરિવારજનોને પણ જાણ કરી છે અને આ મામલે પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. હાઈવે ઉપર લાંબી વાહનોની લાઈનો પણ લાગવા પામી હતી પરંતુ પોલીસ તાત્કાલિક પહોંચી જઈ અને ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે ઉલ્લેખની જગ્યાએ સાયલા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી અને ગુનો દાખલ કરવા અંગેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને હાઇવે ઉપર આવા બંધ પડેલા વાહનો મોટાભાગે અકસ્માતો સર્જતા હોય છે ત્યારે વધુ એક વખત આવા પ્રકારના કિસ્સા એ બે લોકોના જીવ લઈ લીધા છે.