સીસીટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ: એલસીબીને તપાસ સોંપાઇ
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં થતો એ શિયાળાની સિઝન શરૂ થતા ની સાથે ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે તસ્કરોને શિયાળાની સિઝનમાં મોકલું મેદાન મળી રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાનું તેમજ રાત્રીના પેટ્રોલિંગ વધારવાની કામગીરીમાં પણ નિષ્ફળતા દાખવતો હોવાનું ચોરીનો ભોગ બનનાર લોકો જણાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના થોરીયાળી ગામ ખાતે આવેલ કપચીની મિલ માંથી ચાર લાખના વાયરો ચોરાયા હોવાની હાલમાં ફરિયાદ નોંધાતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાયો છે અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં તસ્કર ચોરી કરતો નજરે પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક અસરે આ ચોરીનો ભેદ ઉકેલવા માટેના આદેશો જાહેર કર્યા છે અને જ્યાં ચોરી થઈ છે
તેની તપાસ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી પીઆઇ ત્રિવેદીને સોંપવામાં આવી છે ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર થોરીયાળી ગામ ખાતે મહાલક્ષ્મી કોરીમા કપચીની મિલ આવેલી છે જેમાં રૂપિયા ચાર લાખના કિંમતી વાયરો ચોરાયા હોવાની ફરિયાદ હાલમાં સાયલા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી થઈ હોવાનું પુરવાર થઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરે ચોરીનો ભેદ ઉકેલવાના આદેશો આપવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરે આ અંગેની તપાસ પણ એલસીબી શાખાને સોંપી દેવામાં આવી છે ત્યારે આ અંગેની દિલીપભાઈ અગર સગ દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે