માર્કેટીંગ યાર્ડના અધિકારીઓ હાજર ન રહેતા ખેડુતોએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર જીલ્લામા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકા ઓ ને સરકાર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઓછા વરસાદ ના કારણે ખેડૂતો ના પાક ને ખૂબ નુકસાની વેઠવી પડી હતી.IMG 20181115 190047

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા કપાસ અને મગફળી નું ઓછો વરસાદ પડ્યો હોવા છતાં ય આ બે વસ્તુ નું વધુ વાવેતર કરવા મા આવિયું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક માર્કેટિંગ યાર્ડ મા લાભ પાચમ ના દિવસે મુહુર્ત કરવા આવેલા ખેડૂતો ને ફક્ત કપાસ ના ભાવ માત્ર ૧૧૫૦ ની અંદર મળીયા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો મા રોસ ફેલાયો હતો. ત્યારે  સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક એપીએમસી મા મગફળી ની ખરીદી આજ થી સરું કરવા મા આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા મા કુલ મગફળી વેચવા માટે ખેડૂતો દવારા ૯૩ રજીસ્ટ્રેશન કરવા મા આવીયા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા મા માત્ર મગફળી વેચવા માટે ૧૫ ખેડૂતો આવીયા હતા ત્યારે આ ખેડૂતો ને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

જયારે આ ૧૫ ખેડૂતો મગફળી વેચવા આવીયા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા ફાળભ ના એક પણ અધિકારીઓ હાજર રહ્યાં ન હતા. ત્યારે આ ફાળભ ના કર્મચારીઓ હાજર ન રહેતા ખેડૂતો દવારા હોબાળો મચાવવા આવિયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા ના ખેડૂતો દવારા હોબાળો મચાવતા ત્યાં ના મામલતદાર અને વિસ્તરણ અધિકારી હાજર રહી ફરી મગફળી ની ખરીદી સરું કરવા આવી હતી. ત્યારે આ સમગ્ર બાબતે સાયલા ના ખેડૂતો એ રોસ વ્યક્ત કર્યો હતો..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.