યુવતીને નંબર આપવા બાબતે બંને જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: ચાર ઘાયલ

સાયલાના મદારગઢ ગામે બે જૂથ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટનાથી ઝાલાવાડ પંથકમાં ચકચાર મચી ગયો છે. જેમાં સામસામે થયેલા સશસ્ત્ર અથડામણમાં મદારગઢ ગામના સરપંચના મોટા પુત્રની લોથ ઢળી હતી. જ્યારે સામસામે મારામારીમાં કુલ ચાર લોકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવતીને નંબર આપવા બાબતે બંને જૂથ વચ્ચે મારમારી થઇ હોવાનું સામે આવ્યું છે.

1652935656992

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના મદારગઢ ગામે રહેતા સરપંચ પરસોત્તમભાઇ કુકડીયાના મોટા પુત્ર જયેશભાઇ કુકડીયાની હત્યા થતાં ઝાલાવડ પંથકમાં ચકચારી મચી ગઇ છે. વધુ મળતી વિગત મુજબ યુવતીને નંબર આપવા બાબતે બે જૂથ વચ્ચે છરી જેવા ધારદાર હથિયારો વડે ધીંગાણુ ખેલાયું હતું. જેમાં સામસામે મારામારીમાં કુલ પાંચ લોકો ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ જયેશભાઇ કુકડીયાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં જ યુવાને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો મદારગઢ ગામે અને હોસ્પિટલે દોડી ગયો હતો. હત્યાની ઘટના બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. જ્યારે સરપંચના જુવાનજોધ પુત્રના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.