14 જેટલી ખાણોમાંં લગાવેલા પાઈપ અને ડમ્પર સહિત
રૂ. 40 લાખનો મુદામાલ કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનાં ચોરવીરા ગામે ખાણ ખનીજ ખાતાની ટીમે ગેરકાયદે ખાણકામનો રૂા.40 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
જિલ્લા કલેકટરની સુચનાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા સાયલા તાલુકાનાં ચોરવીરા ગામની સીમમાં આકસ્મીક ચેકીંગ કરતા કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખાણકામ કરતા 14 જેટલા કુવા ઉપર લગાવેલા પાઈપો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.
તેમજ એક ડમ્પર મળી આવતા આશરે રૂા.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાયલા પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. ગેરકાયદે ખાણકામવાળા વિસ્તારના તમામ કુવાની માપણી કરી સ્થળ સ્થિતી દર્શાવતી ફોટોગ્રાફી કરવામાં આવી હતી.
ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકારી કામકાજ માટે વાહનોની જરૂર હોવાની સરકારમાં રજુઆત કરી હતી તેના ભાગરૂપે સરકાર દ્વારા બે બોલેરો ગાડી ફાળવવામાં આવી હતી.