સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર આવેલી હોટલ અને ઢાબા પર અનેક ગોરખ ધંધા ચાલતા હોય જેના પગલે ઉચ્ચ અધિકારીઓની સુચનાના પગલે સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફ દ્વારા સાયલા પાસે આયા બોર્ડ નજીક આવેલી ન્યુ શક્તિ હોટલની પાછળના ભાગે દરોડો પાડી ગેરકાયદેસર કેમિકલના વેચાણનો પર્દાફાશ કરી ૨૪.૦૦૬ મેટ્રિક ટન કેમિકલ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. જ્યારે વધુ ૩ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
૨૪.૦૦૬ મેટ્રિક ટન કેમિકલ સાથે એક શખ્સ ઝડપાયો: ૩ ફરાર
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર હાઇવે પર હોટલ ઢાબાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ નેસ્તો નાબુદ કરવાની સુચનાને લઇ એલસીબી પી.આઇ એમ.ડી.ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી હાઇ-વેપરની હોટલોમાં ચોરી છુપે પેટ્રોલિયમ પેદાશ, કેમિકલ પ્રવૃતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીએસઆઇ વી.આર.જાડેજા, એેએસઆઇ વાજસુરભા, જુવાનસિંહ, ભુપેન્દ્રભાઇ, રૂતુરાજસિંહ, અમરકુમાર, ગોવિંદભાઇ, અશ્વિનભાઇ સહિત ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. તે દરમિયાન ચોટીલા-સાયલા નેશનલ હાઇવે પરની ન્યુ શક્તિ હોટલ પાછળ હોટલે આવતા ટેન્કરમાંથી કેમીકલ કાઢવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે.
ગેરકાયદે પ્રવાહી અને ટેન્કર મળી એલસીબીએ રૂ.૪૦.૨૪ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે