સાયલાના વણકી ગામે કારખાનામાં કામ કરતા શ્રમિકે દારૂના નશામાં ઝેરી પદાર્થ ખાઈ લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા શ્રમિકે દમ તોડયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના વણકી ગામે આવેલી એવરેસ્ટ કંપનીમાં કામ કરતા ગૌરાંગદાસ ચરણદાસ દાસ નામના ૪૭ વર્ષના યુવાને બે દિવસ પૂર્વે દારૂના નશામાં કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. જેથી યુવાનને ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે ઘટનાની જાણ થતા સાયલા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.