મૂળી: ખાખરાડા ગામે નજીવા પ્રશ્ને યુવાન પર ભાઈ-ભત્રીજાનો હુમલો
સાયલા તાલુકાના ધારાડુંગરી ગામે દારૂડિયા પતિએ પત્નીને ધારિયાના ઘા ઝીંકતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પત્નીને દારૂ પીવાની ના પાડતા નશાખોર પતિએ હુમલો કર્યાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. મૂળી તાલુકાના ખાખરાડા ગામના ભાઈ અને ભત્રીજાએ નજીવા પ્રશ્ને માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલા તાલુકાના ધારાડુંગરી ગામે રહેતી સમીબેન સોંડાભાઈ બોદકીયા નામની 35 વર્ષની પરિણીતા બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતી. ત્યારે તેના પતિ સોંડા ભીખાએ ઝઘડો કરી ધારીયાના ઘા ઝીંકી દીધા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી સમીબેન બોદકીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સમીબેનને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે અને પતિને દારૂ પીવાની ના પાડતા નસેડી પતિએ ધારીયા વડે હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મુળી તાલુકાના ખાખરાળા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઇ અઘારા નામના 30 વર્ષના યુવાન સાથે તેના મોટાભાઈ હકા જીવણભાઈ અઘારા અને ભત્રીજા રવિએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી લોખંડના સળિયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.